સંક્રમણ:સપ્તાહમાં જ અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસમાં 400નો વધારો

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નવા 176 કેસ, વધુ 3 મોત સાથે મૃત્યુઆંક 1800

છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં લગભગ 400 દર્દીનો વધારો થયો છે. વધારામાં હોસ્પિટલમાં રજા લેતાં દર્દીઓનો રેટ પણ ધીમો પડ્યો છે. આ ઉપરાંત નવા દાખલ થઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. શહેરની 68 ખાનગી કોવિડ હોસ્પિટલોના બેડ લગભગ ભરાઈ ગયા છે.

મંગળવારે અમદાવાદમાં નવા 176 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 3 દર્દીના મૃત્યુ થયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 35 હજાર થવા આવી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1800 થયો છે.

કેસની સમીક્ષાને આધારે કોર્પોરેશને નવા 15 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂક્યા છે. જ્યારે 10 વિસ્તારને મુક્તિ આપવામાં આવી છે. હાલ કુલ 199 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં છે.

શહેરના એન્ટ્રી પોઈન્ટ પરથી 34 પોઝિટિવ મળ્યા
અમદાવાદમાં પ્રવેશના તમામ એન્ટ્રી પોઈન્ટ પર મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમો દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. મંગળવારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-હાઈવે, અસલાલી, સનાથલ, વૈષ્ણોદેવી, એસપી રિંગ રોડ સહિતના સ્થળોએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 34 જેટલા વ્યક્તિઓ પોઝિટિવ મળ્યા હતા. આ ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશને ખાતે રાજધાની એક્સપ્રેસમાં 562 મુસાફરોમાંથી 12, ગોરખપુર એક્સપ્રેસમાં 325 મુસાફરમાંથી 5, મુઝફ્ફરપુર એક્સપ્રેસમાં 400માંથી એકપણ પોઝિટિવ કેસ મળ્યો ન હતો. આમ કુલ 1287 ટેસ્ટમાંથી 17 પોઝિટિવ મળ્યા હતા. જ્યારે 7 દર્દીઓને સાબરમતી સ્ટેશને બનાવેલા કોવિડ કેર સેન્ટરમાં જ્યારે 10 દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા. બીજી તરફ અમદાવાદ જિલ્લામાં મંગળવારે નવા 19 કેસ નોંધાયા હતા. જ્યારે શહેર અને જિલ્લામાં 236 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

માસ્ક નહીં પહેરનારા ડે. કમિશનરને 1 હજાર દંડ
27 સપ્ટેમ્બરે લાૅ-ગાર્ડન ખાતે એક કાર્યક્રમમાં પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર અને સ્માર્ટ સિટીના સીઈઓ નીતિન સાંગવાન માસ્ક પહેર્યા વિના આવ્યા હતા. આ પછી કાર્યક્રમના ફ્લેગ ઓફનો ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જેને પરિણમે નીતિન સાંગવાને મંગળવારે માસ્ક નહીં પહેરવા બદલ રૂ.1 હજારનો દંડ મ્યુનિ.ને ચૂકવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ મેયર પણ માસ્ક વિના સામાન્ય સભામાં આવ્યા હતા છતાં તેમણે હજુ સુધી દંડ ભર્યો નથી.

9 દિવસમાં 1376 દર્દી નવા આવ્યા, 1214 હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થયા.
9 દિવસમાં 1376 દર્દી નવા આવ્યા, 1214 હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થયા.

આ 15 વિસ્તાર માઇક્રો કન્ટેઈનમેન્ટમાં

 • ગાયત્રી શેરી, વટવા
 • ચંદ્ર પ્રકાશ સોસા., મણિનગર
 • પંચ તીર્થ એપાર્ટ, મણિનગર
 • મહેછા સોસા., ઇસનપુર
 • સત્યમ ફ્લેટ, સરસપુર
 • પ્રાગટ્ય રેસીડન્સી, બોપલ
 • વાઇબ્રન્ટ સિલ્વર-2, બોપલ
 • દેવ એક્સોટીકા, બોપલ
 • વૃષભદેવ નગર સોસા., ઓઢવ
 • ઇન્દ્રપ્રસ્થ-02, આંબાવાડી
 • શ્યામ હિલ્સ, ન્યૂ રાણીપ
 • શીલાન્યાસ રેસીડન્સી, બોડકદેવ
 • અક્ષત એપાર્ટ, ઘાટલોડિયા
 • શ્રીનાથ એવન્યુ, ચાંદલોડિયા
 • તિરૂપતિ આકૃતિ ગ્રીન્સ
અન્ય સમાચારો પણ છે...