તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Presence Of Rajiv Satwan, In charge In Gandhinagar, In Support Of The Congress Farmers' Movement, A Woman PSI In Surat Committed Suicide With A Service Revolver On Her Marriage Anniversary.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:ગાંધીનગરમાં પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ખેડૂતના આંદોલનના સમર્થનમાં ધરણાં, સુરતમાં મહિલા PSIએ મેરેજ એનિવિર્સરીએ જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો

અમદાવાદ5 મહિનો પહેલા

નમસ્કાર!

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ ખેડૂતના આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને ધરણાં કરશે. બનાસકાંઠાના ધાનેરામાં રૂ. 241.34 કરોડનો સીપુ જૂથ યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાતમુહૂર્ત કરશે, આ યોજનાથી ધાનેરા અને દાંતીવાડાની પીવાના પાણીની સમસ્યા દૂર થશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સેન્સેક્સ શેરમાર્કેટ બંધ રહ્યું

ડોલરરૂ.73.78-0.14
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામરૂ. 510000

આ 5 ઘટના પર રહેશે નજર

1) ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસ ખેડૂતના આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને ધરણાં 2) બનાસકાંઠાના ધાનેરામાં રૂ. 241.34 કરોડનો સીપુ જૂથ યોજનાનું મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરશે, ધાનેરા અને દાંતીવાડાની પીવાના પાણીની સમસ્યા દૂર થશે 3) રાજકોટમાં આજે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોને લઈ ચેકિંગ, ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા જણાશે તો સ્થળ પર જ નોટિસ આપશે 4) વિજય રૂપાણી અમરેલીના ચાવંડમાં કાર્યક્રમમાં હાજરી આપશે. અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહેશે 5) અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ટ્રાયલ વેક્સિનની કામગીરી ચાલુ રહેશે

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) એમ્બ્યુલન્સનો અકસ્માત: અમદાવાદમાં પુત્રની સારવાર કરાવી કચ્છ લઈ જતા ગઢવી પરિવારને અકસ્માત નડ્યો, પિતા-પુત્ર સહિત 3નાં મોત, દર્દીનો બચાવ

અમદાવાદ સારવાર કરાવી કચ્છ જતાં પરિવારની એમ્બ્યુલન્સને હળવદ પાસે અકસ્માત નડતાં પિતા-પુત્ર સહિત 3નાં મોત, દર્દીનો બચાવ
હળવદ તાલુકાના ધનાળા ગામના પાટિયા પાસે કચ્છ અમદાવાદ હાઈવે પર શુક્રવારની મધરાત્રે કચ્છના ગઢવી પરિવારના એક દાઝેલા સભ્યને અમદાવાદથી પરત કચ્છ લઈ જતી વખતે એમ્બ્યુલન્સચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કચ્છના ગઢવી પરિવારના પિતા-પુત્ર સહિત ત્રણનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે એમ્બ્યુલન્સચાલક સહિત બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં વધુ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) નીતિન પટેલની જાહેરાત: દરેક નાગરિકને કોરોના વેક્સિન મળશે, વિતરણનું માળખું તૈયાર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જાહેરાત કરી હતી કે અઠવાડિયામાં કોરોના વેક્સિન આવી જશે. ત્યારે રાજ્યમાં ગુજરાત સરકાર કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન આપશે. તેની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનની માહિતી આપી હતી. જેમાં તેમણે રાજ્યમાં તબક્કાવાર વેક્સિન આપવાનું જણાવ્યું હતું. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ, બીજા તબક્કામાં પોલીસ અને હોમગાર્ડ્સ તથા ત્યારબાદના તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનને વેક્સિન આપશે તેમ જણાવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતમાં મેરેજ એનિવર્સરીએ જ મહિલા PSIનો સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત, પતિ અને પત્ની વચ્ચે મોબાઇલ પર થયો હતો ઝઘડો
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનનાં મહિલા PSI અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો. PSI ડાયરીમાં સુસાઈડ નોટ લખી હતી કે, જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી. મહિલા PSIએ મેરેજ એનિવર્સરીના દિવસે જ પતિ સાથે મોબાઈલ પર ઝઘડો થયા બાદ આપઘાત કરી લીધો હતો. પરિવારના સભ્યો વતન ભાવનગર ગયા બાદ ત્યારબાદ મહિલા PSIએ અંતિમ પગલું ભર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

4) વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાં નોકરીએ જવા નીકળેલી નર્સની શિક્ષક પતિએ આડા સંબંધના વહેમમાં ફિલ્મી ઢબે પીછો કરી હત્યા કરી
વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના માથામાં શિક્ષક પતિએ ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતાં પોલીસે હત્યારા પતિની મોડી રાત્રે ધરપકડ કરી હતી. મહિલા મોડી રાત્રે પોતાના એક્ટિવા ઉપર નોકરી જવા માટે નીકળી હતી. એ સમયે ન્યૂ વી.આઇ.પી. રોડ ઉપર પતિએ ફિલ્મી ઢબે પીછો કરી હુમલો કર્યો હતો. પત્નીના આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગોંડલમાં ઘરમાં ઘૂસેલા દીપડાને જુનાગઢ વન વિભાગે ગનથી શૂટ કરી બેભાન કરી પાંજરે પુર્યો
ગોંડલના ભગવતપરા શાળા નંબર 5 પાસેના બંધ મકાનમાં દીપડો હોવાની સ્થાનિકોએ જાણ કરતાં વન વિભાગની ટીમ દોડી ગઈ હતી. દીપડાએ વન વિભાગના અધિકારીના પર હુમલો કરતાં લોહીલુહાણ થયા હતા. વન વિભાગે બેભાન કરવા ગન શૂટ કરતા દીપડો ઘરમાંથી બહાર નીકળી શાળા.5માં ઘૂસ્યો હતો. બાદમાં ગન વડે બેભાન થતા દીપડાને પાંજરે પુરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જુનાગઢ વન વિભાગની ટીમે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી.
વાંચો સમાચાર વિગતવાર

અને દેશમાં આજે

  • ભાર અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 T-20ની સીરીઝનો બીજો મુકાબલો આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બપોરે 1:40 વાગ્યાથી રમાશે.
  • તમારી પાસે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન નથી, તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. આ ઓટીટી પ્લેટફોર્મ પર યુઝર્સ આજે ફ્રીમાં તમામ કન્ટેન્ટ જોઈ શકશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો