તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામમંદિર માટે દાન:મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ રામ મંદિર નિર્માણ માટે અનુદાન આપ્યું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
BAPS સ્વામિનારાયણ સંસ્થાએ મુખ્યમંત્રીની હાજરીમાં રામમંદિર નિર્માણ માટે અનુદાન આપ્યું - Divya Bhaskar
BAPS સ્વામિનારાયણ સંસ્થાએ મુખ્યમંત્રીની હાજરીમાં રામમંદિર નિર્માણ માટે અનુદાન આપ્યું
  • રામશિલાના પૂજન સાથે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિર-નિર્માણની શિલાના પૂજનનો આરંભ થયો હતો

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણાધિન મંદિરની નિધિ સમર્પણ માટે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સંસ્થા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સમારોહનું આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદ ખાતે થયું હતું. જેમાં રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ ગોવિંદદેવગીરીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં રામ મંદિર નિર્માણ માટે અનુદાન આપવામાં આવ્યું હતું.
રામમંદિર બને તેવી પ્રમુખ સ્વામી મહારાજની ભાવના હતીઃ ગોવિંદદેવગીરીજી મહારાજ
તેઓએ જણાવ્યું હતું કે ‘જે સ્થાનથી રામશિલાના પૂજન સાથે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિર-નિર્માણની શિલાના પૂજનનો આરંભ થયો હતો એ સ્થાનમાં આજે પુનઃ રામમંદિર માટે એકત્રિત થયા છીએ ત્યારે એટલું કહીશ કે રામમંદિરની યાત્રાનો પ્રારંભ ભગવાન સોમનાથના મંદિરથી થયો હતો. એટલે તેને રામમંદિરની યાત્રાની ગંગોત્રી કહીએ, અને આ BAPS સ્વામિનારાયણ મંદિરને તેનું ગૌમુખ કહેવું જોઈએ. અહીંથી આપણને બધાને પ્રેરણા આપતી ધારા વહી છે. આ દેશને જે પ્રકારના પુરુષાર્થની આવશ્યકતા છે, જે પ્રકારના ત્યાગની આવશ્યકતા છે. લોકોને એમ લાગે કે સાધુઓ શું કરી શકે? પરંતુ આ સંતોએ જે કાર્ય કર્યું છે એ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમાં પણ મંદિર નિર્માણનો રેકોર્ડ અદભુત છે. પ્રમુખસ્વામી મહારાજના અંતઃકરણની તીવ્ર ભાવના હતી કે જન્મભૂમિ પર રામનું મંદિર ભવ્ય બનવું જોઈએ.

વર્ષો પહેલાં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કરેલું
વર્ષો પહેલાં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કરેલું

દેશ સોનાનો સિંહ બનીને વિશ્વ સમક્ષ પરાક્રમોનું દર્શન કરાવશે
ભગવાન શ્રીરામ તો નૈતિકતાનું મૂર્તિમંત સ્વરૂપ હતા. ભગવાન શ્રીરામ રાષ્ટ્રપુરુષ છે. વાલ્મીકી રામાયણમાં હજારો લોકોએ એક વાત કહી છે કે અમે એ રાષ્ટ્રને જાણતા નથી, જ્યાં ભગવાન શ્રીરામ નથી. અને જ્યાં રામ નથી તેનું અમારે કંઈ કામ નથી. જ્યાં રામ હશે ત્યાં નવી અયોધ્યા ખડી કરીશું. ભગવાન શ્રીરામચંદ્રજી આત્મનિર્ભર હતા. તમામ સદગુણોના મૂર્તિમંત સ્વરૂપ હતા. એમનું આ મંદિર સ્થપાય છે ત્યારે તેમના દિવ્ય ગુણોનો ભાવ સમગ્ર દેશમાં જાગશે. આ દેશ માત્ર સોનાની ચીડીયા નહીં, પરંતુ સોનાનો સિંહ બનીને વિશ્વ સમક્ષ પરાક્રમોનું દર્શન કરાવશે.
રામમંદિર નિર્માણની શરુઆત ગુજરાતની ધરતી ઉપરથી જ થઈ હતીઃ મુખ્યમંત્રી રૂપાણી
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘વર્ષો પહેલાં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કરેલું અને ત્યારે આશીર્વાદ આપેલા ત્યારથી સતત પ્રમુખ સ્વામી મહારાજથી માંડીને મહંત સ્વામી મહારાજ આ મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે દુનિયાભરમાં અનેક મંદિરો, શ્રેષ્ઠ મંદિરો બનાવ્યા છે, તે અનુભવ-દૃષ્ટિનો લાભ આ મંદિરમાં પણ મળશે. ગુજરાતે પહેલેથી ભગવાન રામના મંદિરને બનાવવા માટે અનેક સંઘર્ષ કરેલા છે. યાત્રા પણ સોમનાથથી જ નીકળી હતી. રામમંદિર, રામશિલાપૂજન, રામરથ આ બધા કાર્યક્રમની શરૂઆત સોમનાથથી જ થઈ હતી. ગુજરાતની ધરતી ઉપરથી જ થઈ હતી. અને ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે રામશિલાપૂજન એ પણ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હાથેથી શરૂઆત થઈ હતી. આપણે સૌ ઇચ્છીએ જલદી મંદિર બને. આપણે સાક્ષી બન્યા છીએ એ આપણા બધા માટે આનંદની વાત છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો