પ્રિ-વાઈબ્રન્ટ ઇવેન્ટ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે કેમિકલ્સ, ફાર્મા, EV ચાર્જિંગ નેટવર્ક સહિતના ક્ષેત્રે 37 MoU થયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર
  • અત્યાર સુધીમાં પ્રિ-વાઈબ્રન્ટ ઇવેન્ટ અંતર્ગત 80 જેટલા MOU થયા

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી-2022માં 10મી એડીશન યોજાવા જઇ રહી છે. ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાઈબ્રન્ટ સમિટની 10મી એડીશનની શરૂઆત પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સોમવારે ગુજરાત સરકારે વિવિધ ક્ષેત્રે સુચિત રોકાણો માટેના વધુ 37 MOU જુદા જુદા ઉદ્યોગ ગૃહો, સંસ્થાઓ સાથે થયા છે.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ MOU સંબંધિત ઉદ્યોગકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગે વાઈબ્રન્ટ સમિટ પહેલા દર સપ્તાહના પ્રથમ દિવસે વિવિધ ક્ષેત્રોમાં સુચિત રોકાણો માટેના MOU કરવાની શરૂ કરેલી પરંપરામાં અત્યાર સુધીમાં ચાર કડીમાં 80 જેટલા MOU થયા છે. MOU સાઇનિંગની ચોથી કડી આ સોમવારે સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે.

ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ સોમવારે 37 MOU થયા છે, તેમાં કેમિકલ્સ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, ફાર્મા ઇન્ટરમિડીયેટ, ઇ-વેસ્ટ રિસાયકલીંગ પ્રોજેક્ટ, ઇન્ડસ્ટ્રીયલ તથા એપરલ પાર્ક ડેવલપમેન્ટ, એમ.એસ પાઇપના ઉત્પાદન તથા એગ્રોકેમિકલ્સ, ઇ.વી ચાર્જિંગ નેટવર્ક, ટોય્ઝ પાર્ક, આઇ.ટી. પાર્ક વગેરે ક્ષેત્રોમાં સુચિત રોકાણોના MOUનો સમાવેશ થાય છે. ઉદ્યોગ ક્ષેત્ર ઉપરાંત એજ્યુકેશન સેક્ટર માટે પણ પાંચ જેટલા સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યા હતા.

આવા સ્ટ્રેટેજિક MOUમાં ટેકનિકલ એજ્યુકેશન ક્ષેત્રે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, વેટરનરી કોલેજ માટેના, વ્યસનમુક્તિ અને માનવ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ, ચિલ્ડ્રન યુનિવર્સિટી એજ્યુકેશન ખાતે ટોય હબ માટે ટેક્નિકલ સપોર્ટના MOU થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ MOU કરનારા સૌ ઉદ્યોગ-રોકાણકારોને ગુજરાતમાં સાનુકૂળ વાતાવરણ અને વેપાર-ઉદ્યોગ વ્યવસાય વિકસાવવાની વૈશ્વિક તક મળશે તેમ આ અવસરે જણાવ્યું હતું. તેમણે આ સુચિત રોકાણો અંતર્ગતના જે સેક્ટરમાં MOU થયા છે તે સમયસર કાર્યરત થાય તે માટે જરૂરી મદદ સહયોગ રાજ્ય સરકાર પૂરાં પાડવા તત્પર છે તેમ પણ ઉમેર્યુ હતું.