વીડિયો વાયરલ:અમદાવાદના અંધજન મંડળ ચાર રસ્તા પાસે ચાલુ વરસાદમાં ગટરનું લોખંડનું ઢાંકણું ઉછળતુ જોઈને લોકોમાં આશ્ચર્ય ફેલાયું

અમદાવાદ3 મહિનો પહેલા
ઢાંકણાનો વીડિયો કોઈ મુસાફરે ઉતાર્યો હોવાની ચર્ચા
  • આ વીડિયો અંધજન મંડળ પાસેથી પસાર થતી કોઈ બસમાંથી એક મુસાફરે ઉતાર્યો હોવાની ચર્ચા.

અમદાવાદમાં વરસાદ સતત હાથતાળી આપતો હતો. વાદળ છાયા વાતાવરણથી શહેરીજનો બફારાનો અનુભવ કરતાં હતાં. પરંતુ ગઈ કાલે શનિવારે સાંજે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં લોકોને રાહત થઈ હતી. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. આ દરમિયાન શહેરમાં અંધજન મંડળ ચાર રસ્તા પાસે એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી. અહીં એક ગટરમાંથી પાણી બેક મારવાને કારણે ગટરનું ઢાંકણું પ્રેશરથી ઉછળતું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
અમદાવાદમાં ગઈ કાલે શનિવારે સાંજે વરસાદ થવાથી ગટરનું પાણી બેક મારવાને કારણે ગટરનું ઢાંકણું ઉછળતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વરસાદના પાણીનું પ્રેશર હોય કે પછી અન્ય કોઈ કારણ હોય ગટરનું ઢાંકણું જબરદસ્ત ઉછળતું હતું. આ જોઈને વાહનચાલકો અને રાહદારીઓમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. આ વીડિયો અંધજન મંડળ પાસેથી પસાર થતી કોઈ બસમાંથી એક મુસાફરે ઉતાર્યો હોવાનું માલુમ પડ્યું છે. આટલા સામાન્ય વરસાદ બાદ જો ગટરના ઢાંકણાની આ સ્થિતિ હોય તો વધારે વરસાદ પડે તો સ્થિતિ કેટલી હદે વણસી શકે. મનપાના ડ્રેનેજ વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ પ્રકારના ઢાંકણાઓની સલામત અને સુરક્ષા અંગે તકેદારી રાખવી જરૂરી છે.

ચાલુ વરસાદમાં ઢાંકણું ઉછળતાં જ લોકો તેને જોઈને આશ્ચર્ય પામ્યા
ચાલુ વરસાદમાં ઢાંકણું ઉછળતાં જ લોકો તેને જોઈને આશ્ચર્ય પામ્યા

ચોમાસામાં મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો
અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઉલ્ટી, કમળાના કેસ, ટાઇફોડના કેસો વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સામે આવ્યા છે. જેમાં દરિયાપુર, બહેરામપુરા, રખિયાલ અને ગોમતીપુરમાં કમળાના કેસો નોંધાયા છે. આ વિસ્તારોમાં સાફ-સફાઈની અને પોલ્યુશનની પણ કેટલીક ફરિયાદો આવી રહી છે. મેમનગર ગામ તેમજ જાદવનગરના છાપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ઝાડા-ઊલ્ટીના કેસો વધતાં તંત્ર દોડતું થયું છે. આ અંગેની જાણ થતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પાણીના સેમ્પલ લઇને તેની તપાસ પણ હાથ ધરવામાં આ‌વી છે.

અન્ય સમાચારો પણ છે...