AMCનો નિર્ણય:અમદાવાદની જૂની વી.એસ હોસ્પિટલમાં રૂ. 50 લાખના ખર્ચે નર્સિંગ સ્કૂલ અને હોસ્ટેલનું રીનોવેશન કરાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વી.એસ હોસ્પિટલના ડ્રાફ્ટ બજેટની બેઠકની તસવીર - Divya Bhaskar
વી.એસ હોસ્પિટલના ડ્રાફ્ટ બજેટની બેઠકની તસવીર
  • વી.એસ હોસ્પિટલનું વર્ષ 2022-23નું ડ્રાફટ બજેટ રજૂ કરાયું
  • ગરીબ દર્દીઓને સારવાર, દવાઓ, ઇન્જેક્શન અને વેક્સિનના લાભ માટે રૂ. 43.30 કરોડ ખર્ચાશે

અમદાવાદની ગરીબ અને મધ્યમ વર્ગની હોસ્પિટલ એવી સૌથી જૂની વી.એસ હોસ્પિટલનું વર્ષ 2022-23નું ડ્રાફટ બજેટ ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ બાબુભાઇ પટેલે રજૂ કર્યું હતું. ગત વર્ષના બજેટ કરતા 4 કરોડના વધારા સાથે રૂ. 173.32 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જૂની વી.એસ હોસ્પિટલમાં મેડિકલ સાધનો ખરીદી માટે 30 લાખ અને નર્સિંગ સ્કૂલ અને હોસ્ટેલના રીનોવેશન માટે 50 લાખ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વી.એસ હોસ્પિટલના ડ્રાફ્ટ બજેટની બેઠકમાં મેયર કિરીટ પરમાર હાજર રહ્યા હતા. ડ્રાફ્ટ બજેટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યાં ન હતા. બીજી તરફ માત્ર બે-ચાર બોર્ડ સભ્ય જ હાજર રહ્યા હતા. કોરોનામાં હેલ્થ વિભાગની કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે ન આવ્યા હોવાનું જણાવ્યું હતું.

વી.એસ નર્સિંગ સ્કૂલની બિલ્ડીંગનું સમારકામ કરાશે
ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, અસામાન્ય ખર્ચમાં વી.એસ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહના કેમ્પસમાં આવેલી નર્સિંગ સ્કૂલનું બિલ્ડીંગ 10 વર્ષ જુનું હોવાથી ડ્રેનેજ લાઇન નવી નાંખવા તથા બિલ્ડીંગમાં નાનું-મોટુ સમારકામ, રીટ્રોફીટીંગ, બાથરૂમના દરવાજા, નવા સીટ કેમના પીવીસી દરવાજા વિગેરે તથા બિલ્ડીંગનું કલરકામ કરાવવા બજેટમાં રૂ. 30 લાખની જોગવાઇ કરવાના આવી છે. લેબોરેટરી વિભાગમાં લેબોરેટરી સાધનો જેવા કે, ઈક્યુબેટર, ઈ.એસ.આર. એનાલાઇઝર, એલાઇઝા રીડર, ટીસ્યુ પ્રોસેસર (રલિટર ક્ષમતા), માઇક્રોટોમ મેન્યુઅલ, સાયટોસ્પીન,ટીસ્યુ ફૂલેટેશન બાથ યુરીન એનાલાઇઝર વસાવવા રૂ. 50 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

જૂની વી.એસની હોસ્ટેલનું સમારકામ કરાશે
જૂની વી.એસની હોસ્ટેલનું સમારકામ કરાશે

દર્દીઓની સારવાર-દવાઓ માટે 43.30 કરોડનો ખર્ચમાં વધારો
સામાન્ય ખર્ચ એસ્ટાબ્લીશમેન્ટ અને નોન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ તરીકે નાણાંકીય વર્ષ 2022-23માં મોંઘવારી ભથ્થાં, ઇજાફા, પગાર ખર્ચના વધારા અને સુપરસ્પેશીયાલીટી સાથે ગરીબ દર્દીઓને સારવાર અને દવાઓ અને ઇજેક્શન, વેક્સીન વિગેરેનો લાભ મળી રહે તે અનુસાર રૂ. 43.30 કરોડ સામાન્ય ખર્ચમાં વધારો કર્યો છે.

ગત વર્ષના બજેટ કરતા 4 કરોડના વધારા સાથે રૂ. 173.32 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું
ગત વર્ષના બજેટ કરતા 4 કરોડના વધારા સાથે રૂ. 173.32 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું

વર્ષ 2022-23 માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સામાન્ય ખર્ચ માટે રૂ. 172.51 કરોડ તથા અસામાન્ય ખર્ચ માટે રૂ. 80 લાખ એમ કુલ મળી રૂ. 173.32 કરોડમાંથી હોસ્પિટલની આવક રૂ. 33 કરોડ તથા રાજય સરકાર તરફથી મેળવવાની થતી રૂ. 20 કરોડની ગ્રાન્ટ બાદ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી આ સંસ્થાને નેટ રૂ.167.98 કરોડ ગ્રાન્ટ પેટે મેળવવા ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...