• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The North West Zone 98% Of The Population Took The First Dose Of The Vaccine, While In The East Zone 59.14% Still Took The First Dose

અમદાવાદમાં વેક્સિનેશન:ઉત્તર પશ્ચિમ ઝોનમાં 98% વસતીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો, પૂર્વ ઝોનમાં હજુ સુધી 59.14%એ જ પ્રથમ ડોઝ લીધો છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શહેરમાં કોરોનાના નવા 4 કેસ, વધુ 30 હજારને રસી મુકાઈ

શહેરમાં મ્યુનિ.એ હાથ ધરેલા વેક્સિનના મહાઅભિયાનમાં અત્યાર સુધીમાં ઉ. પશ્ચિમ ઝોનમાં 98 ટકા લોકોને કોરોના વેેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ ઝોનમાં હજુ સુધી 59.15 ટકાએ જ પ્રથમ ડોઝ લીધો છે. બીજી શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. બુધવારે વધુ 29,572 લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં 7,987એ પ્રથમ તો 21,585એ રસીનો બીજો ડોઝ લીધો હતો. મ્યુનિ.એ હાથ ધરેલી વેક્સિનેશન ઝુંબેશમાં અત્યાર સુધીમાં કુલ 77.98 ટકાએ વેક્સિન મેળવી લીધી છે. જેમાં 46.38 લાખમાંથી 36.16 લાખ લોકોએ પ્રથમ જ્યારે 15.56 લાખે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

પશ્ચિમ ઝોનમાં 90%એ પ્રથમ ડોઝ લીધો

વોર્ડલક્ષ્યાંકપ્રથમ ડોઝબીજો ડોઝકુલટકાવારી
મધ્ય45445136904913322150227081.21%
પૂર્વ893,74752852020479373331359.14%
ઉ.પશ્ચિમ590,29057809929697887507797.93%
ઉત્તર744,69354923819989474913273.75%
દ.પશ્ચિમ369,44629185616217145402779%
દક્ષિણ77405456894620258177152773.50%
પશ્ચિમ811751731267356583108785090.09%
અન્ય સમાચારો પણ છે...