તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન વિભાગ:આવનાર બે દિવસ અમદાવાદમાં ગરમીનો પાર 43 ડિગ્રીએ પહોંચી શકે છે, બહાર નિકળવું મુશ્કેલ બનશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે ભાવનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી ગયો હતો
  • મે મહિનાના શરૂઆતથી જ રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું છે

રાજ્યમાં કોરોનાની સાથે હવે ગરમીના કારણે પણ લોકો સેકાઈ રહ્યા છે. ખાસ કરીને બપોરના સમય સ્થિતી વધુ ખરાબ થઈ જાય છે. ગરમ પવન ફૂકાતા લોકોના સ્વાસ્થ પર ખુબજ  ખરાબ અસર પડી રહી છે. ગઈકાલે ભાવનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી ગયો હતો. ત્યાર હવામાન વિભાગે આવનાર બે દિવસ અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં ગરમી વધવાની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના શહેરોમાં ગરમી વધી છે
અમદાવાદમાં ગરમી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે મે મહિનાના શરૂઆતથી જ રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના શહેરોમાં ગરમીનો પારો 40થી 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે. બુધવારે 44 ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનો સૌથી ગરમ જિલ્લો બન્યો હતો. ત્યારે હવામાન વિભાગ અનુસાર, આવનાર બે દિવસ અમદાવાદમાં ગરમીનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...