તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલકમ 2021:નવા વર્ષે હેલ્ધી, હેપ્પી રહીશું અને લોકોને રાખીશું, પૂર્વ અમદાવાદનો નવા આયામો સાથે વિકાસ કરીશું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનામાં વિતેલા વર્ષે શું શીખવ્યું અને હવે શું કરીશું તે વાત શહેરીજનોએ જણાવી

આવનાર નવા વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે 2021નું નવું વર્ષ કેવું રહેશે, કોરોનામાં વિતેલા 2020ની સરખામણીએ આવનાર વર્ષને લઈને લોકોની અપેક્ષાઓ શું છે તેને લઈને શહેરજનોએ સિટી ભાસ્કર સાથે વાત કરી હતી. ખાસ કરીને 2020નું વર્ષ પેન્ડેમિકમાં વિત્યું છે. ત્યારે તેનાથી ઘણું શીખવા પણ મળ્યું છે. આ પરિસ્થિતિમાં હેલ્થ અને હેપ્પીનેસ પણ એટલા જ મહત્વના છે. પોતાના ગોલને વળગી રહી હેલ્ધી અને પોઝિટિવ વિચારીશું તો આપોઆપ નવું વર્ષ આપણા માટે સુખમય બની રહેશે. તેવા સૂર લોકોના રહ્યાં છે.

સંગીત સાથે જોડાયેલા લોકો માટે નવું વર્ષ નવી તકો લાવે તેમ કરીશું
અનેક લોકોને કોરોનામાં મુશ્કેલીઓ પડી છે. તેમાં પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા લોકો માટે ઓડિયન્સ મહત્વનું હોય છે. આ વર્ષે ઘણી મૂશ્કેલી પડી છે જેથી આવનાર નવું વર્ષ નવી તકો લઈને આવે તેમ કરીશું. -મંજૂ મહેતા, સપ્તક ટ્રસ્ટી

કોરોનાએ કેટલું જરૂરી છે કેટલું નથી તે શીખવ્યું છે, તેમ ચાલીશું
2020 એ આપણને ઘણું શીખવ્યું છે. તેમાં પણ કેટલું જરૂરી છે અને કેટલું જરૂરી નથી તે મહત્વની શીખ મળી છે. આ વર્ષ જે પેન્ડેમિકમાં વિત્યું છે તેવી સ્થિતિ ઉભી ના થાય. 2021માં તમામ લોકોની હેલ્થ સારી રહે અને હેપ્પીનેસ આવે. - ઉમંગ હઠીસિંગ

આપણે જવાબદારી પૂર્વક જીવવું પડશે તે 2020એ શીખ આપી છે
2020માં આવેલા પેન્ડેમિકમાં આપણને ઘણું શીખવા મળ્યું છે. જેથી આવનાર વર્ષ આપણે ઘણી જવાબદારી પૂર્વક જીવવું જોઈએ. બીજા લોકોની મદદ કરીએ, બીજા પાસેથી શીખી અને આગળ વધવું જોઈએ. -જયશ્રીબેન લાલભાઈ, ડાયરેક્ટર રચના સ્કૂલપ્રાણી સંગ્રહાલયમાં વધુ સારા પાંજરા બનાવી પ્રાણીઓેને ખુશ કરીશું

પ્રાણી સંગ્રહાલયમાં વધુ સારા પાંજરા બનાવી પ્રાણીઓેને ખુશ કરીશું
2021 રોગ ફ્રી રહે અને કોરોનાનો જડ મૂળથી નાશ થાય. અન્ય પ્રાણીઓની જેમ કાંકરીયાના પણ પ્રાણીઓ પણ સ્વસ્થ રહે, મુલાકાતીઓને સારી સુવિધા મળે. 2021માં પ્રાણી સંગ્રહાલયમાં નવા પાંજરા બનાવીશું. - આર.કે. શાહુ, ડાયરેક્ટર, કાંકરિયા એન્ડ ઝૂ

સ્પોર્ટ્સ કોમલેક્સ-રમતો શરૂ થાય, રમતવીરોના ઉત્થાનનું કાર્ય કરીશું
કોવિડની સ્થિતિ દૂર થાય 2021માં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ શરૂ થાય અને વિદ્યાર્થીઓને કોચિંગ તાલીમ મળી રહે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમના કરિયર સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે. 2021 વિદ્યાર્થીઓ માટે નવી તકો લઈને આવશે. - સમીર પંચાલ, સિનિયર કોચ, ખોખરા કૉમ્પ્લેક્સ

સ્પોર્ટ્સ અને એજ્યુકેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓને આગળ વધારીશું
​​​​​​​2021માં પેન્ડેમિક ઓછો થશે જેથી આવનાર વર્ષ નવી તકો લઈને આવશે. આવનાર વર્ષ વિદ્યાર્થીઓ માટે નવી તકો લઈને આવે સ્પોર્ટ્સ, ફિઝિકલ એક્ટિવિટી અને એજ્યુકેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તેમ કરીશું. - ઋતેશ શાહ, પ્રિન્સિપાલ, કેકે શાહ જરોદવાલા સાયન્સ કોલેજ

કોવિડ જાય અને બાળકો કેમ્પસમાં લાઈવ બને તેવા જ પ્રયત્નો કરીશું
કોવીડ સંપૂર્ણ જતો રહે અને 2021 નવી આશાઓ લઈને આવે તેમાં પણ સ્કૂલોના કેમ્પસ બાળકોથી લાઈવ બને. કેમ કે, સ્કૂલો વિદ્યાર્થીઓ વિના સૂની લાગે છે. બાળકોને જોતા જ એક અનોખી એનર્જી મળે છે. - ડૉ. વૈશાલી શાહ, દીવાન બલ્લુભાઈ સેકન્ડરી સ્કૂલ, કાંકરિયા

શહેરના પૂર્વમાં વિદેશોમાં હોય છે તેવા પ્રકારની નવી ડિઝાઈન લાવીશું
પૂર્વમાં નવા પ્રકારના ડેવલપમેનન્ટ નવી ડિઝાઇન સાથે લાવીશું જે પ્રકારની વિદેશોમાં ડિઝાઈન હોય છે તેનાથી પ્રેરીત થઈને નવી ડિઝાઈન બનાવીશું જે બધાથી અલગ અને કમ્ફર્ટેબલ હોય. ખાસ કરીને તેમાં લોકોને અનુરૂપ બાંધકામ કરીશું. - વિપુલ ચારોલીયા, બિલ્ડર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો