તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:અમદાવાદ શહેરમાં નવા 9 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં, અત્યાર સુધી કોરોનાના 22345 દર્દી હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે ગયા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 24 કલાકમાં નવા 314 કેસ અને વધુ 9 દર્દીના મૃત્યુ થયા
 • માર્ચથી અત્યાર સુધી 20131 દર્દી હોમ આઈસોલેશનમાંથી બહાર આવ્યા

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 314 કેસ નોંધાયા છે. જ્યારે 9 દર્દીના મૃત્યુ થયા છે. નવા 9 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવ્યા છે. જ્યારે 6 વિસ્તારને મુક્ત કરાયા છે. હજુ પણ શહેરના 300 વિસ્તારો કન્ટેઈનમેન્ટ હેઠળ છે. શહેરમાં અત્યાર સુધી કુલ કેસનો આંક 48232 થયો છે.

મ્યુનિ.ના આંકડા મુજબ માર્ચથી અત્યાર સુધીમાં 20131 લોકો હોમ આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 22345 દર્દીઓ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ ઉપરાંત સરકારી અને ખાનગી કોવિડ સેન્ટરમાંથી સાજા થયા છે. બીજી તરફ, શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 2645 છે. સૌથી આશ્રર્યની બાબત એ છે કે, છેલ્લા દસ દિવસથી કોરોનાના કેસની સંખ્યા સતત 300ને પાર નોંધાઈ છે. એક્ટિવ કેસની સંખ્યા 2600 અને 2700ની આસપાસ સ્થિર બતાવવામાં આવી રહી છે. સૌથી વધુ એક્ટિવ કેસ પશ્ચિમ અમદાવાદમાં છે જેમાં પશ્ચિમ ઝોનમાં 477, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 439, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 452 છે. જયારે પૂર્વ અમદાવાદમાં મધ્ય ઝોનમાં 282, ઉત્તર ઝોનમાં 303, પૂર્વ ઝોનમાં 281 અને દક્ષિણ ઝોનમાં 411 કેસ છે.

ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.ના આંકડા મુજબ અમદાવાદમાં અત્યાર સુધી 2024 લોકોના મૃત્યુ થયા છે જેમાંથી 1439 મૃત્યુ સરકારી હોસ્પિટલમાં, 583 મૃત્યુ ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટરમાં માત્ર એક જ દર્દીનું મૃત્યુ થયુ છે.

આ 9 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં.
આ 9 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં.

બાવળામાં 6 સહિત જિલ્લામાં 22 કેસ
અમદાવાદ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ગુરુવારે જિલ્લામાં 22 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ બાવળામાં 6, દસ્ક્રોઈ-ધોળકામાં 5-5 કેસ નોંધાયા છે. વિરમગામમાં 3, ધંધુકામાં અને સાણંદમાં પણ એક-એક કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3608 કેસ નોંધાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો