આક્ષેપ / લોનના નામે લોકોને 44 ડિગ્રી તાપમાં ઉભા રાખી સરકાર તેની મજાક ઉડાવે છેઃશક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના નેતા શક્તિસિંહે લોનના નામે સરકારે લોકોની માફી માંગવી જોઈએ તેમ જણાવી આકરા પ્રહાર કર્યાં હતાં.
X

  • લોનના નામે સરકાર લોકોની મશ્કરી કરતી હોવાના કોંગી નેતાના આક્ષેપ
  • સરકારની પોકળ જાહેરાતો સામે લોકો તાપમાં રઝળી રહ્યા છે-ગોહિલ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 11:04 PM IST

અમદાવાદ. કોરોનાના કપરા કાળમાં સરકાર દ્વારા એક લાખની લોનની જાહેરાત કરાઈ છે. આર્થિક હેરાનગતિ બાદ મુશ્કેલી વેઠીને લોનનું ફોર્મ લેવા માટે લાગી રહી છે. લોકો 44 ડિગ્રી તાપમાં પણ મુશ્કેલી વેઠીને લોન માટે ઉભા રાખનાર સરકાર લોકોની મશ્કરી કરી રહી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કર્યાં છે. 

સરકાર ખોટી પ્રસિધ્ધિ કરી રહી છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ આક્ષેપ કર્યો છે કે, કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મજબુરીની સરકાર મજાક ઉડાવી રહી છે. આવા કપરા સમયે ખરા અર્થમાં જમણો આપે અને ડાબાને ખબર ન પડે તે રીતે મદદ પહોંચાડવી જોઈએ. તેના બદલે પ્રસિધ્ધિઓની ખોટી ખોટી જાહેરાતો કરીને મુશ્કેલીમાં આવી પડેલા લોકોને રઝળાવવાનું કામ થઈ રહ્યું છે. તા. 14મી મેના રોજ મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ તથા પ્રેસનોટ આપીને એવી જાહેરાત કરી કે, નાના વેપારીઓ, દુકાનદારો,વિશ્વકર્મા સમાજના ભાઈઓ તથા શ્રમિકોને માત્ર એક અરજી કરવાથી એક લાખ સુધીની લોન આપી દેવામાં આવશે અને જેનું વ્યાજ માત્ર 2 ટકા જ રહેશે.પણ ખરેખર લોકોને ફોર્મ નથી અપાવી શકતી સરકાર એ લોન શું અપાવશે તેવો પ્રશ્ન વધુમાં કર્યો હતો.

સરકારે જનતાની માફી માંગવી જોઈએ
 લોન આપવાની સરકારની જાહેરાતના કારણે 44 ડીગ્રી ધોમધખતા તાપમાં સેંકડો લોકો બેંકો પાસે લાઈન લગાવીને ઉભા રહી ગયા અને જયારે વારો આવ્યો ત્યારે મોટા ભાગની બેંકોએ કહી દીધું કે, આ તો સહકારી બેંક છે. સભાસદ વગરનાને અમે ધીરાણ જ ન આપી શકીએ તો કેટલીક બેંકો એવું કહ્યું કે, ફોર્મ લઈ જાવ અને બે સધ્ધર ગેરેન્ટર લઈને આવો પછી વિચારણા થશે. આ યોજનાના નામે ભાજપ દ્વારા એવો પ્રચાર થયો હતો કે, વગર ગેરેન્ટીએ માત્ર અરજીના આધારે લોન મળી જશે. તડકામાં ઉભા રહીને દયનીય સ્થિતિમાં મુકાયેલ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની જનતાની માફી માંગે અને સરકાર ગેરેન્ટી લઇને બેંકોને પૈસા આપે જેથી લોકોને લોન આપી શકાય. 

લોનની વાત માત્ર સ્ટંટ

સહકારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણ નીચે કામ કરે છે અને તેનો નિયમ એવો છે કે, સહકારી બેંક માત્ર જે સભાસદ હોય તેને જ ધિરાણ આપી શકે. ઉપરાંત કોઈ લોન આપવી હોય તો નોમિનલ સભાસદ બનાવીને જ આપી શકાય. પરંતુ નોમિનલ સભાસદ કુલ સભાસદના 20 ટકા કરતા વધારે ન હોવા જોઈએ. હાલ મોટા ભાગની સરકારી બેંકો ગોલ્ડ ઉપર ધિરાણ નોમિનલ સભાસદ બનાવીને આપે છે અને તેથી નોમિનલ સભાસદ લગભગ ૨૦% પૂર્ણ થયેલ હોય છે. આમ સરકાર જાણતી હતી કે, એક લાખની લોનની વાત માત્ર સ્ટંટ છે અને કોઈને લાભ મળવાનો નથી છતાં માત્ર પ્રસિદ્ધિ કરવાના પ્રયત્નથી ભયંકર હાડમારી લોકોને પડી રહી હોવાની વાત વધુમાં શક્તિસિંહે કરી હતી.

લોન અંગેની જાહેરાત

આ સાથે ગુજરાત ભાજપની વેબસાઈટ gujarat.bjp.org  ઉપર સરકારની એક લાખની સહાયની જાહેરાતનું પેઈજ શામેલ છે. જેમાં હાઈલાઈટ કરેલ ત્રીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે, “બેંકો વગર ગેરેન્ટીએ માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. ઉપરાંત  આ સાથે લોનનું ફોર્મ સામેલ છે જેમાં બે જામીન તથા ૧૦ દસ્તાવેજો આપવાની વિગત જણાવેલ હોવાનું શક્તિસિંહે ઉમેર્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી