• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Midst Of The Prime Minister's Visit Today, The People Of Maldhari Community Will Sit On A Picket Outside The Collector's Office In Gandhinagar.

કાયદાનો વિરોધ:રખડતાં ઢોર નિયંત્રણ બિલ મુદ્દે માલધારી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બપોરે 1 વાગ્યા બાદ બેઠક થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યની દરેક કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજનું ધરણાં પ્રદર્શન
  • PM મોદીની મુલાકાત વચ્ચે પોલીસે ધરણા પર બેસવાની પરમિશન આપી
  • આવતીકાલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ ઉપવાસ પર બેસશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરેશિયસના વડાપ્રધાન સહિતના VIP આજથી ગુજરાતની મુલાકાતે આવે છે. આ દરમિયાન આજે રખડતા ઢોર નિયંત્રણ બિલ મુદ્દે બપોરે 1 વાગ્યા બાદ માલધારી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે. આજે ધરણાં બાદ આવતીકાલે મંગળવારે જ્યારે વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં જ છે ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ માલધારીઓ ઉપવાસ આંદોલન કરશે.

માલધારી સમાજના આગેવાનો ધરણાં કરશે
માલધારી આગેવાનોના જણાવ્યા મુજબ આજે ધરણાં પ્રદર્શન કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત બાબતે જણાવ્યું હતું કે અમે રજૂઆત કરી શકીએ પરંતુ આજે મુખ્યમંત્રી સાથે પણ બેઠક થાય તેવી શકયતાઓ છે. ગુજરાત માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકામાં ગાયો અને ગોવાળોનાં વિરોધને કાળો કાયદો લાવી શહેરી વિસ્તારને ગામડાઓમાં ભેળવી સરકારી પડતર જમીન અને ગૌચરો તેમના માનીતા બિલ્ડરો, ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું આ વિધયક ગુજરાત સરકાર લાવી છે.

ગ્રુપ મિટીંગો અને ખાટલા બેઠકો શરૂ કરાઈ
તે સંદર્ભે તારીખ 18 એપ્રિલે ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીએ સવારે 11 વાગે ધરણા યોજવા આહવાન કરાયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ-ભુચ, દ્વારકા, અમરેલી, વિરમગામ, ડીસા, પાલનપુર, રાધનપુર, પાટણ, મહેસાણા, દહેગામ, ખેડા, સાણંદ, ધનસુરા, હિંમતનગર સહિત વિસ્તારોમાં માલધારી સમાજ દ્વારા ગ્રુપ મિટીંગો અને ખાટલા બેઠકો કરવામાં આવી રહી છે.

લોલીપોપ આપીને સમાજોને ગુજરાત સરકારે છેતર્યા
ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું કે ભૂતકાળની જેમ લોલીપોપ આપીને ઘણા બધા સમાજોને ગુજરાત સરકારે છેતર્યા છે. તેવીજ રીતે અમારા માલધારી સમાજને પણ ગુજરાત સરકાર છેતરવા આવી હતી પરંતુ અમારી ગુજરાત સરકાર સમક્ષ માંગણી છે કે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવી અથવા ગુજરાત સરકાર લેખિતમાં કાળો કાયદો રદ કરશે તેવી બાંહેધરી આપે તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...