કાયદાની વાત:પાંડવોને લાક્ષાગૃહમાં સળગાવી દેવાનું ષડયંત્ર કરવાના કિસ્સામાં શકુનિ અને દુર્યોધન સામે IPCની કઈ કલમનો ગુનો નોંધાય?

અમદાવાદએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • મહાભારતના લાક્ષાગૃહના કિસ્સા પરથી IPCની કલમ યાદ રાખો

લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં કાયદાકીય એટલે કે IPCની કલમોનું જ્ઞાન ખૂબ જ જરૂરી રહેતું હોય છે. તેમાં પણ મહાભારત, રામાયણ જેવી ધાર્મિક કથાઓના ઉદાહરણોથી આ કલમો યાદ રાખવામાં ઉમેદવારોને ફાયદો થતો હોય છે. ત્યારે આવા જ એક ઉદાહરણ દ્વારા આજે IPCની કલમ 120 બી વિશે થોડી માહિતી મેળવીએ.

વેદવ્યાસ દ્વારા રચાયેલા પ્રાચીન ગ્રંથ મહાભારતમાં લાક્ષાગૃહ ભવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૌરવો દ્વારા પાંડવોનું કાસળ કાઢવાના એક ષડયંત્ર અંતર્ગત આ લાક્ષાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મામા શકુની આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર હતા. બાદમાં રાત્રે આગ લગાડીને આ ભવન સળગાવી દેવાયું હતું, પરંતુ પાંડવોને આ ષડયંત્રની અગાઉથી જ જાણ થઈ જવાથી અગાઉથી જ બચીને નીકળી ગયા ગયા હતા.

ગુનાહિત કાવતરું ઘડવા પર કલમ 120 બી હેઠળ ગુનો નોંધાય
મહાભારત સીરિયલમાં પાંડવોને જીવતા સળગાવી મોત નિપજાવવા મામા શકુનિ તથા દુર્યોધન લાક્ષાગૃહ તૈયાર કરે છે, જે ગુનાહિત કાવતરું ઘડ્યું કહેવાય. આ પ્રકારે બે કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરે તો તેની સામે કલમ 120 બી હેઠળ ગુનો નોંધાય છે.

આ ગુનામાં 5 માસની શિક્ષાની જોગવાઈ
બે કે તેથી વધારે વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે એકબીજા સાથે સહમત થાય તેને ગુનાવહત કાવતરું કહેવામા આવે છે. ગુનાવહત કાવતરું કરવું એ પણ એક ગુનો છે. સામાન્ય રીતે ગુનાહિત કાવતરું કરવા માટે 5 માસની શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે. પરંતુ જે પ્રકારનું ગુનાહિત કાવતરું હોય તે પ્રકારની સજા કરવામાં આવે છે.