તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:લકી ડ્રોમાં કાર ઈનામમાં લાગી છે, કહી રૂ. 3.27 લાખની ઠગાઈ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન ટી-શર્ટ ખરીદનારા યુવક સાથે ગઠિયાની છેતરપિંડી

ઓનલાઈન ટી શર્ટ મગાવનાર યુવકને લકી ડ્રોમાં ટાટા સફારી કાર લાગી હોવાનું કહીને ગઠિયાએ રૂ.3.29 લાખ પડાવી લીધા હતા. આટલા પૈસા આપ્યા હોવા છતાં બીજા પૈસાની માગણી ચાલુ રાખતા અને ગાડી ન આપતા, પોતે છેતરાયાની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી.

સરસપુર જૂની પોસ્ટ ઓફિસ પાસે ભાવસારના ખાંચામાં રહેતા શ્યામ ભોલાભાઈ મિશ્રા(41) કાંકરિયા ખાતે વિશેષ એન્જીનિયરિંગમાં નોકરી કરે છે. તા.15 જાન્યુ. 2021ના રોજ શ્યામ પરિવારના સાથે ઘરે હતા, ત્યારે તેમના મોટા દીકરા રોહન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખાણ શોપકલુસ કંપનીના અધિકારીની ઓળખ આપીને રોહને ઓનલાઈન ટી શર્ટ ખરીદી હતી તેના લકી ડ્રોમાં તેને ટાટા સફારી ગાડી લાગી હોવાનું જણાવતાં રોહને પિતાને વાત કરી હતી. જેથી જે નંબર પરથી રોહનને ફોન આવ્યો હતો તે નંબર તેણે પિતાને આપતા શ્યામભાઈએ તે નંબર પર વાત કરતા સામેવાળાએ તેમને પણ તે જ વાત કરી હતી.

આ માટે રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.6500 ભરવા જણાવતાં, શ્યામભાઈએ ઓનલાઈન રૂ.6500 ભરી દેતાં, ઈનામમાં જીએસટીના નામે બીજા રૂ.50,400 ભરાવ્યા, બાદ લકી ડ્રોના ચાર્જ પેટે રૂ.25,500 અને ત્યારબાદ જુદા જુદા ચાર્જ પેટે રૂ.3.27 લાખ ભરાવ્યા હતા. છતાં સામેવાળાની પૈસાની માગણી ચાલુ જ રહી હતી અને ગાડી પણ મળી નહોતી. જેથી શ્યામભાઈએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

જુદા જુદા નંબર પરથી જુદી-જુદી વ્યક્તિ વાત કરતી
બે દિવસ પછી શ્યામભાઈ પર જુદા જુદા નંબર પરથી લોકો વાતો કરતા હતા, જેમાં ગાડીના આરટીઓ, પાસિંગ, વીમા, ડિલિવરી ચાર્જ, એસેસરીઝના ચાર્જ પેટે જુદી જુદી રકમ પડાવી હતી. સામેવાળા જેમ જેમ પૈસા માગે તેમ તેમ શ્યામભાઈ પૈસા આપતા રહેતા હતા. પરંતુ રૂ.3.27 લાખ ભર્યા પછી શ્યામભાઈને શંકા જતા પૈસા આપવાનું બંધ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...