તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Last Two Days In Gandhinagar, A Total Of 71 Officers Of The Secretariat Were Infected, 17 Employees In The Circuit House Tested Positive.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:છેલ્લા બે દિવસમાં સચિવાલયના કુલ 71 અધિકારીઓ અને કર્મચારીઓ સંક્રમિત થયા, સર્કિટ હાઉસમાં 17 નો રીપોર્ટ પોઝિટીવ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • હાલના બજેટ સત્ર દરમિયાન જ 14 જેટલા ધારાસભ્યોને ચેપ લાગ્યો

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તમામ હદ વટાવી ચૂક્યુ છે. ત્યારે ગાંધીનગરમાં પણ સચિવાયલ અને વિધાનસભામાં પણ તેની અસર જોવા મળી છે. સચિવાયલમાં 17 અધિકારીઓ અને કર્મચારીઓના રીપોર્ટ પોઝિટીવ આવ્યાં હતાં. તે ઉપરાંત સીએસ ઓફિસમાં જોઈન્ટ સેક્રેટરીના અંગત મદદનીશ સહિત બે કર્મચારીઓ સંક્રમિત થયાં હતાં. આ પહેલા ચાર મંત્રીઓની ચેમ્બરમાં અંગત સચિવ સહિતના અધિકારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે.મહત્વના વિભાગોના આઠ જેટલા ડેપ્યુટી સેક્રેટરીઓ ઉપરાંત છેલ્લા બે દિવસમાં સચિવાલયમાં 71 અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટીવ થયાં છે.

બજેટ સત્ર દરમિયાન 14 જેટલા ધારાસભ્યો સંક્રમિત
મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિત ત્રણ ધારાસભ્યોને કોરોનાને થતા માત્ર હાલના બજેટ સત્ર દરમિયાન જ 14 જેટલા ધારાસભ્યોને ચેપ લાગ્યો છે. બંદોબસ્તમાં રહેલા છથી વધારે સુરક્ષા કર્મચારીઓને પણ કોરોના થયો છે. મોટાભાગના કોરોનાગ્રસ્ત ધારાસભ્યો, અધિકારીઓ હોમ ક્વોરન્ટાઈન છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને દસાડાના નૌશાદ સોલંકી પોતાના ઘરે સારવાર હેઠળ છે.

સર્કિટ હાઉસમાં કોરોનાને પગલે હાહાકાર મચી ગયો
સર્કિટ હાઉસમાં કોરોનાને પગલે હાહાકાર મચી ગયો

સર્કિટ હાઉસમાં 17 કર્મચારીઓ પોઝિટિવ
રાજ્યભરમાં કોરોનાના કેસોમાં થયેલા નોંધપાત્ર વધારાના પગલે હાહાકાર મચી જવા પામ્યો છે. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પણ કોરોના એ પગ પેસારો કરી દીધો છે. સર્કિટ હાઉસના મેનેજર સહિત 17 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.સર્કિટ હાઉસમાં કોરોનાનો વિસ્ફોટ થતાં જ આરતી વધુ કર્મચારીઓના કોરોના ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં સ્વયંભુ લોકડાઉન માટે આહ્વાન
ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવાથી નગરની સ્વૈચ્છિક સંસ્થાઓએ સ્વયંભૂ લોકડાઉન કરી કોરોનાની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવા નગરજનોને આહવાન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી વસાહત મહાસંઘ દ્વારા ચૂંટણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વસાહત મહાસંઘ ઘરે ઘરે જઈને કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવા નગરજનોને અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે ધીમે ધીમે ચૂંટણી રદ કરવાની માંગણીને નગરજનો પણ આવકારી રહ્યા છે. શહેર વસાહતમાં સંઘનું આંદોલન વેગવંતું બનતા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો