તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Last Two Days In Ahmedabad, 37 Thousand People Were Vaccinated, More Than 15 Thousand People Are Vaccinated Daily At 238 Centers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 37 હજાર લોકોને વેક્સિન અપાઈ, 238 કેન્દ્રો પર રોજ 15 હજારથી વધુ લોકોને રસી અપાય છે

અમદાવાદએક મહિનો પહેલા
એક જ વિસ્તારમાં રોજના એક હજાર લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ
  • સવારે 9 વાગ્યાથી સાંજે 5 અને રાતે 8 વાગ્યા સુધી રસી આપવાની કામગીરી ચાલી રહી છે.
  • અમદાવાદમાં એક વિસ્તારમાં રોજ એક હજાર લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ

રાજ્યમાં કોરોના ફરી એકવાર વકરી રહ્યો છે. કોરોનાના વધતા કેસોની સામે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 45 વર્ષથી ઉપરના તમામ લોકોને હવે વેકસીન આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ખાનગી- સરકારી સ્કૂલો, હોસ્પિટલો, કોમ્યુનિટી હોલ મળી 238 જેટલા કેન્દ્રો પર મોટાપાયે વેક્સિન આપવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં શનિવાર- રવિવારે 2 દિવસ દરમ્યાન કુલ 37 હજાર 623 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

એક વિસ્તારમાં એક હજાર લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ
એક વિસ્તારમાં રોજના 1000 લોકોને રસી આપવામાં આવે તેવા ટાર્ગેટ સાથે સાબરમતી વિસ્તારમાં આવેલા રૂક્ષ્મણીબેન ભાવસાર હોલમાં આજથી રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. સ્થાનિક કોર્પોરેટર ચેતન પટેલ, અંજુબેન શાહ અને હિરલબેન ભાવસારે Divyabhasar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાબરમતી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કોરોના વેક્સિન આપવામાં આવી રહી હતી જો કે આજથી એક હજારથી વધુ લોકોને રસી મળે તે હેતુથી રૂક્ષ્મણીબેન ભાવસાર હોલમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં રોજના 15 હજારથી વધુ લોકોને રસી મુકવામાં આવી રહી છે
અમદાવાદ શહેરમાં રોજના 15 હજારથી વધુ લોકોને રસી મુકવામાં આવી રહી છે

શહેરમાં રોજ 15 હજાર લોકોને વેક્સિન અપાય છે
અમદાવાદ શહેરમાં રોજના 15 હજારથી વધુ લોકોને રસી મુકવામાં આવી રહી છે. ફ્રન્ટ લાઈન વર્કસ, હેલ્થ વર્કસ, 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 45થી 60 વર્ષના કો- ઓરબીડ લોકોને રસી આપવામાં આવી છે. 27 માર્ચ શનિવારે કુલ 25746 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રસી આપવા માટે હોળીના તહેવારના દિવસે પણ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 માર્ચ રવિવારે કુલ 11877 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી રસી અપાય છે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 74 જેટલી સરકારી મ્યુનિસિપલ સ્કૂલ અને ખાનગી સ્કૂલોમાં વેક્સિનેશન આપવાનું શરૂ કર્યું છે. ઉપરાંત સાતેય ઝોનમાં આવેલી 63 ખાનગી હોસ્પિટલમાં અને ચાર ઝોનમાં આવેલા 6 કોમ્યુનીટી હોલમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી અને ખાનગી સ્કૂલોમાં સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી રસી આપવાની કામગીરી કરવામાં આવે છે.

રસી આપ્યા બાદ 30 મિનિટ તેઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે
રસી આપ્યા બાદ 30 મિનિટ તેઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે

60 જેટલા જ વ્યક્તિઓને ટોકન આપવામાં આવે
રસીકરણ કેન્દ્ર પર 60 જેટલા જ વ્યક્તિઓને ટોકન આપવામાં આવે છે. 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 45થી 60 વર્ષના કો- ઓરબીડ લોકો ક્વે તેમનું રજિસ્ટ્રેશન કરી અને ટોકન આપવામા આવે છે. બાદમાં નંબર આવે તે મુજબ તેઓને રસી આપવામાં આવે છે. રસી આપ્યા બાદ 30 મિનિટ તેઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ ઝોનમાં આવેલી 13 સરકારી હોસ્પિટલમાં પણ રસી આપવાની કામગીરી કરવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 અને રાતે 8 વાગ્યા સુધી રસી આપવાની કામગીરી ચાલી રહી છે.

પાંચ કૂવા કાપડ મહાજન દ્વારા રસીકરણ કેન્દ્ર ફાળવવા રજૂઆત
પાંચ કૂવા કાપડ મહાજન દ્વારા વેપારી, નોકરિયાત વર્ગ અને મજૂર સહિત કામ કરી રહેલા તમામ લોકોને રસી આપવા માટે રસીકરણ કેન્દ્ર ફાળવવામાં આવે તે માટે મેયરને રજૂઆત કરી હતી. પાંચ કૂવા કાપડ મહાજને મેયર કિરીટ પરમારને રજૂઆત કરી હતી કે તેમના ત્યાં 1500 લોકો કામ કરે છે ત્યારે કોરોના વધતા કેસો વચ્ચે તેમના ત્યાં રિપોર્ટ કઢાવવા આયોજન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો