તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCનો સપાટો:છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં BU પરમિશન વિના ઉપયોગમાં લેવાતા 2405 યુનિટોને સીલ કરી દેવામા આવ્યા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMCએ BU વિનાની પ્રોપર્ટી સીલ કરી - Divya Bhaskar
AMCએ BU વિનાની પ્રોપર્ટી સીલ કરી
  • જુહાપુરામાં પ્રથમ અને બીજા માળના કોમર્શિયલ ઉપયોગનું 18 યુનિટનું બાંધકામ દુર કરવામાં આવ્યું

અમદાવાદમાં BU પરમિશન વગર ઉપયોગમાં લેવાતા યુનિટ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. છેલ્લા એક સપ્તાહથી AMCનું એસ્ટેટ વિભાગ BU વિનાના એકમો સામે કાર્યવાહી કરી રહ્યું છે. આજે પણ AMCએ વિવિધ વિસ્તારમાં તવાઈ બોલાવી 5 ઝોનમાં મળી 115 યુનિટ સીલ કર્યા છે.આજે કરેલી કાર્યવાહીમાં પશ્ચિમ ઝોનમાં 31, પૂર્વ ઝોનમાં 40, મધ્ય ઝોનમાં 36 અને ઉત્તર ઝોનમાં 8 મળીને કુલ 115 યુનિટ સીલ કરવામાં આવ્યા હતાં. આમ 5 ઝોનમાં કુલ 05 મકાનોમાં 115 યુનિટ સીલ કરાયા છે તો 31 મેથી 5 જૂનના મળીને કુલ 2405 યુનિટ સીલ કરવામાં આવ્યા છે.

6 દિવસમાં 2245 યુનિટ સીલ કરાયા
મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 31મી મેથી 4 જૂન સુધીમાં કોમર્શીયલ વપરાશકર્તાઓની 1158 દુકાનો/ઓફિસ/ક્લાસીસ, હોટલના 568 રૂમો, રેસ્ટોરાંના 82 યુનિટો, 48 સ્કૂલના 593 રૂમ અને 1 ઈન્ડસ્ટ્રીયલ એકમ થઈને કુલ 2405 યુનિટ સીલ કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પણ આ સીલિંગની કાર્યવાહીની ઝૂંબેશ ચાલુ રહેશે. દક્ષિણ ઝોનના મક્તમપુરા વોર્ડમાં અલીઝા કોમ્પલેક્સ હાજીબાવાની દરગાહ પાસે જુહાપુરામાં પ્રથમ અને બીજા માળના કોમર્શિયલ 18 યુનિટનું બાંધકામ દુર કરવામાં આવ્યું છે.

AMC દ્વારા આજે કરવામાં આવેલી કાર્યવાહી
AMC દ્વારા આજે કરવામાં આવેલી કાર્યવાહી

20 કરોડની કિંમતની પ્રોપર્ટી તોડી પાડવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં DCP ઝોન-7ના અધિકારી પ્રેમસુખ ડેલુએ AMC સાથે રહીને ગત 4 તારીખથી આવી ગેરકાયદે ઉભી કરાયેલી પ્રોપર્ટી સામે કાર્યવાહી કરવાનું શરુ કર્યું હતું. જેમાં 2004થી ભુમાફિયાઓ તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વોનો કબજો હતો. પોલીસે શહેરના કુખ્યાત સુલતાન ખાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાતા બકુખાન ઉર્ફે બક સૈયદની ગેરકાયદે ચાર દુકાનો તથા એક ઓફિસ તોડી પાડી છે. તે ઉપરાંત વહાબ ગેંગના મુખ્ય સુત્રધાર નઝીર વોરાની ગેરકાયદે 10થી 15 કરોડની પ્રોપર્ટી તોડી પાડી હતી. તેની સાથે કાળુ ગરદન તરીકે ઓળખાતા કુખ્યાતનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...