માસ્ક વિના ફરતા લોકોથી દૂર રહેજો, કોરોનાગ્રસ્ત હોય શકે:અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં માસ્ક વિના ફરતા 958 લોકોનો ટેસ્ટ કરાયો, 47 લોકો પોઝિટિવ આવ્યાં

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • એક જ દિવસમાં માસ્ક વગર ફરી રહેલા 1064 લોકો પાસેથી પોલીસે રૂ.10.64 લાખનો દંડ વસૂલ કર્યો

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસો વધતાં લોકોમાં ભય ફેલાયો છે. બીજી બાજુ લોકો બેખૌફ થઈને ફરી રહ્યાં છે. શહેરમાં બજારોમાં લોકો ટોળે વળીને ખરીદી કરી રહ્યાં છે. રાત્રિનો કર્ફ્યૂ હોવાથી હવે સવારના સમયે શાકભાજીની લારીઓ તથા માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. સરકારે કોરોનાની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં માસ્ક નહીં પહેરનાર સામે દંડનિય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 20 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં તમામ સાત ઝોનમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. જેમાં માસ્ક વિના બહાર ફરતાં 958 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.આ 958 લોકોમાંથી 47 લોકો પોઝિટિવ આવ્યાં હતાં. જેમાં 6 નાગરીકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં અને 41 લોકોને સમરસ હોસ્ટેલમાં સારવાર હેઠળ દાખલ કરાયાં હતાં.

1064 લોકો પાસેથી પોલીસે રૂ.10.64 લાખનો દંડ વસૂલ કર્યો
એક જ દિવસમાં માસ્ક વગર ફરી રહેલા 1064 લોકો પાસેથી પોલીસે રૂ.10.64 લાખનો દંડ વસૂલ કર્યો હતો. આ સાથે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારથી પોલીસે માસ્ક વગર ફરી રહેલા 2.69 લાખ લોકો પાસેથી રૂ.13.96 કરોડ દંડ વસૂલ કર્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કામ વગર ફરવા નીકળેલા 82 માણસોની પોલીસે ધરપકડ કરી કર્ફ્યૂ ભંગના 78 કેસ કર્યા હતા.અમદાવાદમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેનાથી બચવા માટે માસ્ક એકમાત્ર ઉપાય છે, જેથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરીજનોને અપીલ કરી છે કે, કોરોનાથી બચવા માટે મહેરબાની કરીને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળો.

માસ્ક વિના પકડાયેલા લોકોના કોવિડ ટેસ્ટની 20થી 25 નવેમ્બર સુધીની કામગીરી

ક્રમઝોનકરાયેલ ટેસ્ટપોઝિટિવ કેસદાખલ કર્યા
1પૂર્વ6899
2પશ્ચિમ7311
3ઉત્તર13897
4દક્ષિણ314119
5મધ્ય8500
6ઉત્તર પશ્ચિમ10266
7દક્ષિણ પશ્ચિમ178119
કુલ9584741