કોરોના સામે જંગ / અમદાવાદ સિવિલમાં છેલ્લા 45 દિવસમાં કોરોનાગ્રસ્ત 35 સગર્ભાઓ ધાત્રી માતા બની, સ્વસ્થ થઇ ઘરે પરત ફરી

In the last 45 days in Ahmedabad Civil, 35 pregnant women who became mother and returned home healthy
X
In the last 45 days in Ahmedabad Civil, 35 pregnant women who became mother and returned home healthy

  • 1200 બેડની હોસ્પિટલમાંથી આજે 10 સગર્ભાઓ ધાત્રી માતા બનીને કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફરી
  • સામાન્ય દર્દીની સરખામણીમાં સગર્ભાની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી વિશેષ કાળજીની જરૂરઃ ડૉ. શિતલ કાપડિયા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 11:59 AM IST

અમદાવાદ. કોરોનાની કપરી પરિસ્થિતમાં જ્યારે કેટલીક ખાનગી હોસ્પિટલ પ્રસુતિ માટે નકારે છે ત્યારે સિવિલ હોસ્પિટલ આવી સગર્ભા માટે સહારો બનીને પોતાની ફરજ નિભાવી રહી છે. જેના પરિણામે આજે સિવિલ હોસ્પિટલની 1200 બેડમાંથી પ્રસુતિની પ્રસન્નતા સાથે 10 સગર્ભાઓ ધાત્રી માતા(સ્તનપાન કરાવનારી માતા) બનીને કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફરી હતી. 1200 બેડ હોસ્પિટલના મદદનીશ પ્રધ્યાપકનું કહેવું છેકે, હોસ્પિટલના ગાયનેક વિભાગમાં છેલ્લા 45 દિવસમાં કોરનાગ્રસ્ત 35 સગર્ભાઓ ધાત્રી માતા બનીને આ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે.

‘રમઝાન કે મહિને મેં અલ્લાતાલા કા ફરિસ્તા હમારે ઘર આયા હૈ’
ધાત્રી માતા આફરિન કહે છેકે, રમઝાન કે મહિને મેં અલ્લાતાલા કા ફરિસ્તા હમારે ઘર આયા હૈ. કોરોનાની પરિસ્થિતિમાં સામાન્ય બિમારીમાં પણ હોસ્પિટલ તપાસ અર્થે જવા ઘણાં લોકો સંકોચ અનુભવતા હોય ત્યારે ગર્ભાવસ્થામાં મારી પ્રસુતિને લઇને હું ખુબ જ ચિંતિત હતી. એવામાં ખાનગી હોસ્પિટલે સારવાર કરવાની ના પાડતા મારી ચિંતામાં વધારો થયો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા મને શ્રેષ્ઠ સારવાર મળી રહી અને મારા ઘરે બાળકનો જન્મ થયો. સિવિલ હોસ્પિટલમાં ખુબ જ સરસ સારસંભાળ રાખવામાં આવે છે, તેમજ મારા ભોજનથી લઇને બાળકની સારસંભાળ સુધીની વ્યવસ્થામાં બાળકને ચેપ ન લાગે તેની પુરી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વસ્છતા પણ ખુબ જ સરસ રાખવામાં આવે છે, તેમજ અહીના તબીબથી લઇને તમામ કોરોના વોરિયર્સ ખુબ જ સહયોગી રહ્યા છે.

‘હોસ્પિટલના તમામ સ્ટાફની કર્તવ્યનિષ્ઠાને બિરદાવું છું’
અન્ય એક કોરોનાગ્રસ્ત ધાત્રીમાતા સેજલબેનના પતિ વિરેન્દ્ર પાટીલ કહે છેકે, સિવિલ હોસ્પિટલ એ ભગવાનનું મંદિર હોય તેમ સાબિત થયું છે અહિંના તબીબોએ સતત સખત પરિશ્રમ સાથે સંવેદનશીલ અભિગમ દાખવીને મારા પત્નીની સારવાર કરી જેના કારણે સ્વસ્થ દિકરાનો જન્મ થયો છે. હું સહ્યદયપૂર્વક 1200 બેડ હોસ્પિટલના તબીબો, સ્ટાફ મિત્રો, સફાઇ કર્મીની સેવાભાવના સાથેની કર્તવ્યનિષ્ઠાને બિરદાવું છું.

સગર્ભાને કોરોના પોઝિટિવ આવે તો ગભરાવવાની જરૂર નથીઃ ડૉ. શિતલ કાપડિયા
1200 બેડ હોસ્પિટલના મદદનીશ પ્રધ્યાપક ડૉ. શિતલ કાપડિયા કહે છે કે, આજે એકસાથે સૌથી વધુ 10 ધાત્રી માતાઓ હર્ષોલ્લાસ સાથે કોરોના સામેનો જંગ જીતી ઘરે જઇ રહી છે. સગર્ભાને કોરોના પોઝિટિવ આવે તો ગભરાવવાની જરૂર નથી, વિવિધ સંશોધનોના તારણ કહે છે કે આ વાઇરસ સીધા ગર્ભાશય કે બ્રેસ્ટ મિલ્ક મારફતે અંદર પ્રવેશી જતા નથી. પરંતુ હા સામાન્ય દર્દીની સરખામણીમાં સગર્ભાની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને વિશેષ કાળજી રાખવાની ખરી આવશ્યકતા છે. ધાત્રીમાતા જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેમને વિટામીનની ગોળીઓ આપવામાં આવે છે તેની સાથે સાથે પૌષ્ટિક આહાર લેવા માટેની સલાહ પણ આપવામાં આવે છે જેથી બાળક હરહંમેશ તંદુરસ્ત રહે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી