મોન્સૂન રિપોર્ટ કાર્ડ:અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 72 તાલુકાઓમાં મેઘમહેર

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં વરસાદથી માર્ગો પણ પાણી ભરાયા - Divya Bhaskar
હિંમતનગરમાં વરસાદથી માર્ગો પણ પાણી ભરાયા
  • રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
  • ગુજરાતમાં અત્યાર સુધીની સીઝનનો 82 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 82 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. હજી રાજ્યમાં 18 ટકા વરસાદની ઘટ છે. જોકે હજુ 30મી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 24 જિલ્લાઓના 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ દાંતીવાડામાં સૌથી વધુ 5.59 ઈંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે મોડી સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના સરખેજથી લઈ વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
કચ્છ જિલ્લામાં ચોમાસાની આ સીઝન દરમિયાન 87 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 66.53 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 73.92 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.41 ટકા અને સૌરાષ્ટ્રમાં 92.75 ટકા વરસાદ પડી ગયો છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં સીઝનનો કુલ 82.40 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે.

દાંતીવાડામાં વરસાદની તસવીર
દાંતીવાડામાં વરસાદની તસવીર

સૌથી વધુ વરસાદ નોંધાયો તે ટોપ 10 તાલુકાઓ

જિલ્લોતાલુકોવરસાદ (મિ.મીમાં)
બનાસકાંઠાદાંતીવાડા142
સુરેન્દ્રનગરધ્રાગંધ્રા64
બનાસકાંઠાધાનેરા51
સાબરકાંઠાપોસીના44
નર્મદાસાગબારા42
ભરુચઅંકલેશ્વર38
સાબરકાંઠાઈડર35
બનાસકાંઠાવડગામ32
સાબરકાંઠાહિંમતનગર32
આણંદખંભાત29

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, અરબ સાગરના ઉત્તરમાં સર્જાયેલા લો પ્રેશરના પરિણામે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બની રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 26 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરુચ અને સુરત જિલ્લામાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 29 અને 30 સપ્ટેમ્બર સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

કયા જિલ્લામાં વરસાદની આગાહી?

તારીખ

વરસાદની આગાહી વાળા જિલ્લા

26 સપ્ટેમ્બર

બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરુચ અને સુરતમાં ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

26થી 27 સપ્ટેમ્બર

ભરુચ અને સુરતમાં ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

27થી 28 સપ્ટેમ્બર

આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

28થી 29 સપ્ટેમ્બર

ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

29થી 30 સપ્ટેમ્બર

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી