તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના હવે કાબુમાં:અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2795 કેસ નોંધાયા, 17 લોકોના મોત થયાં, 54 દિવસ પછી એકપણ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટમાં નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આજે 11 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા - Divya Bhaskar
આજે 11 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા
  • આજે 11 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં
  • હવે શહેરમાં કુલ 109 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2795 કેસ નોંધાયા છે. 17 લોકોના મોત થયાં છે અને 6725 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આજે શહેરમાં એક પણ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો નથી. હાલમાં શહેરમાં 109 ઝોન અમલી છે. જ્યારે 11 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં જોધુપર, પાલડી, મણિનગર અને ઘાટલોડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (13 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 6 હજારથી વધુ ડિસ્ચાર્જ
અમદાવાદમાં કોરોનાના કેસમાં એક દિવસ બાદ ઉછાળા બાદ ફરી કેસ નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 2 હજાર 883 નવા કેસ નોંધાયા છે. 6 હજાર 790 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 17 દર્દીના મોત થયા છે.

કેસ વધ્યાં પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઘટ્યાં
કોરોનાના કેસો અઢી હજાર કરતાં વધુ હોવા છતાં શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનામાં શહેરમાં પાંચ હજાર કેસો હતાં ત્યાર બાદ મે મહિનાની શરુઆતમાં તેમાં ઘટાડો શરુ થયો હતો અને હવે આ કેસ ત્રણ હજારની આસપાસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ત્રણની આસપાસ નોંઘાઈ રહી છે.

કન્ટેઇનમેન્ટ હેઠળના વિસ્તાર પણ 100થી ઓછા
બુધવારે 11 વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. હવે શહેરમાં 98 વિસ્તારો માઇક્રો કન્ટેઈનમેન્ટમાં છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતાં મ્યુનિ.એ ડોર ટુ ડોર સરવે હાથ ધર્યો હતો. સાથે જ કોઇ બ્લોક કે સોસાયટીમાં 4 કરતાં વધારે કોરોના સંક્રમિત હોય તો વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં મુકવામાં આવતો હતો.઼

જિલ્લામાં 1 દિવસમાં કેસ 25% વધી 88 થયા
અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસ બુધવારે 25 ટકા વધીને 88 થયા હતા. મંગળવારે 69 કેસ નોંધાયા હતા. કુલ 6369 કેસ અને કુલ મોત 85 છે. સૌથી વધુ સાણંદ તાલુકામાં 23 કેસ, દસક્રોઇ 11, બાવળા 11, દેત્રોજ 3, ધંધુકા 8, ધોલેરા 10, ધોળકા 10, માંડલ 5 અને વિરમગામમાં 7 કેસ નોંધાયા હતા. હાલ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 118 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...