કોરોનાની સારવાર:અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરકારી-ખાનગી હોસ્પિટલોમાં 26 દર્દી દાખલ થયા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાનગી હોસ્પિટલમાં મંગળવારે 20 દર્દી દાખલ થયા છે.  બે દર્દી વેન્ટિલેટર પર છે. - Divya Bhaskar
ખાનગી હોસ્પિટલમાં મંગળવારે 20 દર્દી દાખલ થયા છે. બે દર્દી વેન્ટિલેટર પર છે.
  • રાહતની વાત: 7 દિવસમાં શહેરમાં કોરોનાના 3,721 કેસ નોંધાયા પણ માત્ર 107 દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું

છેલ્લા 24 કલાકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના અને ઓમિક્રોનના નવા 26 દર્દી દાખલ થયા છે. મંગળવારે સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં 1 ઓમિક્રોન શંકાસ્પદ દર્દી સાથે કોરોનાના વધુ 3 પોઝિટિવ અને 2 શંકાસ્પદ સાથે 6 દર્દી દાખલ થયા છે. આહના સાથે સંકળાયેલી શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના કેસ વધ્યા છે. આઇસોલેશનમાં સૌથી વધુ 49 અને બે નવા દર્દી સાથે કુલ 4 દર્દી વેન્ટિલેટર પર તેમજ સોલા સિવિલમાં 1 દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

સિવિલના સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ કહ્યું કે, 1200 બેડ હોસ્પિટલમાં હાલમાં 4 ઓમિક્રોન પોઝિટિવ, 5 શંકાસ્પદ અને કોરોના પોઝિટિવ 5 અને શંકાસ્પદ 2 મળી કુલ 16 દર્દી સારવાર હેઠળ છે. એક દર્દી ઓક્સિજન પર છે.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન્સ (આહના)ના પ્રેસિડન્ટે કહ્યું કે, મંગળવારે ખાનગી હોસ્પિટલમાં નવા 20 દર્દી દાખલ થયા છે. જેમાં આઇસોલેશન-12, એચડીયુ-6 તેમજ વેન્ટિલેટર સાથેના આઇસીયુમાં 2 નવા દર્દી દાખલ થયાં છે. આ સાથે ખાનગી હોસ્પિટલમાં કુલ 73 દર્દી સારવાર હેઠળ છે.

કાર્યવાહી: માસ્ક પહેર્યા વિના જ પહોંચી ગયેલા પેસેન્જરને ફ્લાઈટમાંથી ઉતારી દેવાયો
અમદાવાદથી બેંગલુરુ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક પેસેન્જર માસ્ક પહેર્યા વગર પહોંચી ગયો હતો. જેથી તેને માસ્ક પહેરવા ફ્લાઈટના ક્રૂમેમ્બર્સે સૂચના આપતા પેસેન્જરે તેમની સાથે વિવાદ કર્યો હતો. જેથી ક્રૂમેમ્બર્સે પાયલટને જાણ કરતા પાયલટે પણ તેને માસ્ક પહેરવાની સૂચના આપી હતી. પરંતુ પેસેન્જરે માસ્ક પહેરવાનો ઈન્કાર કરી પાયલટ સાથે રકઝક કરતા એરલાઈન્સના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓએ ત્યાં પહોંચી તેને ફ્લાઈટમાંથી ઉતારી મૂક્યો હતો. કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરવા અને એરલાઈન્સના સ્ટાફ સાથે રકઝક કરવા માટે તેની સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

નિર્ણય: સ્કૂલોમાં રસીકરણ શરૂ થતાં 7 અને 8 જાન્યુઆરીએ લેવાનારી ધોરણ 9થી 12ની દ્વિતીય એકમ કસોટી સ્થગિત કરાઈ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી સ્કૂલોના 15થી 18 વર્ષના બાળકો (વિદ્યાર્થીઓ)ને માટે કોવિડ-19 રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)એ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની દ્વિતીય એકમ કસોટી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો હોવાનું પરીક્ષા ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. અવનિ બા મોરીએ જણાવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. અવનિ બા મોરીએ આ અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સંબોધીને પરિપત્ર કર્યો છે.
પરિપત્રમાં જણાવાયું છે કે, ‘સ્કૂલો 15થી 18 વર્ષના બાળકો માટે કોવિડ-19 રસીકરણનો કાર્યક્રમ ત્રીજીથી સાતમી જાન્યુઆરીનો જાહેર કર્યો હોવાથી દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો હાલ સ્થગિત રાખેલ છે. આ તબક્કા અંગેની તારીખ અંગે હવે પછીથી સૂચના આપવામાં આવશે.’ રાજ્યના વિવિધ જિલ્લાઓની 27 હજાર સ્કૂલના આશરે 40 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.

અન્ય સમાચારો પણ છે...