કોરોના હવે કાબુમાં:અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2396 કેસ નોંધાયા, 12 લોકોના મોત થયાં, 57 દિવસ પછી એકપણ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટમાં નહીં

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુર કરવામાં આવેલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન - Divya Bhaskar
દુર કરવામાં આવેલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન
  • આજે એક પણ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયો નથી પણ 88 વિસ્તારો હજીયે કન્ટેનમેન્ટ ઝોનમાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2396 કેસ નોંધાયા છે. 12 લોકોના મોત થયાં છે અને 7159 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ફરીવાર આજે શહેરમાં ત્રીજી વખત એક પણ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો નથી. હાલમાં શહેરમાં 88 ઝોન અમલી છે. જ્યારે 05 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં દાણિલીમડા, વટવા, નવા વાડજ અને ભાઈપુરા વિસ્તારનો સમાવેશ થાય છે.

શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (16 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 7 હજારથી વધુ ડિસ્ચાર્જ
અમદાવાદમાં કોરોનાના કેસમાં એક દિવસ બાદ ઉછાળા બાદ ફરી કેસ નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 7234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે શહેરમાં 12 દર્દીના મોત થયા છે. પરંતુ જિલ્લામાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. શહેરમાં ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે.

કેસ વધ્યાં પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઘટ્યાં
કોરોનાના કેસો અઢી હજાર કરતાં વધુ હોવા છતાં શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનામાં શહેરમાં પાંચ હજાર કેસો હતાં ત્યાર બાદ મે મહિનાની શરુઆતમાં તેમાં ઘટાડો શરુ થયો હતો અને હવે આ કેસ અઢી હજારની આસપાસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ત્રણની આસપાસ નોંઘાઈ રહી હતી જે હવે શૂન્ય પર પહોંચી ગઈ છે.

કન્ટેઇનમેન્ટ હેઠળના વિસ્તાર પણ 100થી ઓછા
આજે 05 વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. હવે શહેરમાં 88 વિસ્તારો માઇક્રો કન્ટેઈનમેન્ટમાં છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતાં મ્યુનિ.એ ડોર ટુ ડોર સરવે હાથ ધર્યો હતો. સાથે જ કોઇ બ્લોક કે સોસાયટીમાં 4 કરતાં વધારે કોરોના સંક્રમિત હોય તો વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં મુકવામાં આવતો હતો. પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં કન્ટેનમેન્ટ ઝોન પણ ઘટી રહ્યાં છે.