તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Last 24 Hours, 20 Districts And 52 Talukas Of The State Received Rainfall, With Kamarej In Surat Receiving The Highest Rainfall Of 4.5 Inches.

ચોમાસું:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં મેઘમહેર, સુરતના કામરેજમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યના 20 જિલ્લામાં વરસાદ થયો. - Divya Bhaskar
રાજ્યના 20 જિલ્લામાં વરસાદ થયો.
  • આગામી 4 દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડી શકે છે
  • રાજ્યમાં હાઇ અલર્ટ ૫ર 04 જળાશય, જ્યારે અલર્ટ ૫ર એકપણ નથી તેમજ વોર્નિંગ ૫ર 07 જળાશય છે

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી, પરંતુ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ નથી. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં 92.57 મિ.મી. વરસાદ થયો છે. એ ઉપરાંત રાજ્યમાં અત્યારસુધીમાં મોસમનો 11.02 ટકા વરસાદ થયો છે. અમદાવાદમાં લોકો બે દિવસથી બફારો અનુભવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 11.25 મિ.મી. વરસાદ થયો છે, જ્યારે સૌથી વધુ સુરતના કામરેજમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ડાંગ જિલ્લામાં બુધવારે પણ વરસાદી માહોલ યથાવત્ રહેતાં સમગ્ર પંથકોનું વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું. આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રિય બનતાં અહીંથી પસાર થતા વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાના ગામડામાં રોજેરોજ ધીમી ધારના વરસાદી માહોલને પગલે ચોમાસાની ઋતુ જામી છે. ડાંગના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબીર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામોમાં બુધવારે પણ દિવસભર વરસાદી હેલીઓ યથાવત્ રહેતાં ચોમાસું જામ્યું છે. સાપુતારા સહિત આહવાની તળેટીય જંગલ વિસ્તારમાં વરસાદી માહોલની સાથે ગિરિ કેન્દ્રાઓ ઉપર ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતાં પ્રકૃતિ ખીલી ઊઠી હતી.

જિલ્લા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ.
જિલ્લા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ.

24 કલાકમાં 52 તાલુકામાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 116 મિ.મી. વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ નવસારી, મહીસાગર, નર્મદા, સુરેન્દ્રનગર, દાહોદ, તાપી, છોટા ઉદેપુર, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, અને ભરુચ સહિતના જિલ્લામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં થયેલો વરસાદ.
છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં થયેલો વરસાદ.

સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં હળવાથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. મંગળવારે સવારના સમયે ઉત્તર-પશ્ચિમી અરબી સમુદ્રમાં પણ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું. આગામી દિવસોમાં વરસાદ વધુ ને વધુ જોર પકડશે અને પવનની ઝડપ પણ સામાન્ય કરતાં વધુ રહેશે. રાજકોટમાં મોસમનો 7 ઇંચ વરસાદ નોંધાયો છે.

ડાંગ જિલ્લાના ગામડામાં ધીમી ધારના વરસાદી માહોલને પગલે ચોમાસાની ઋતુ જામી છે.
ડાંગ જિલ્લાના ગામડામાં ધીમી ધારના વરસાદી માહોલને પગલે ચોમાસાની ઋતુ જામી છે.

રાજ્યમાં સતત બીજા વર્ષે સારા ચોમાસાનો અંદાજ
રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે સવારની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 92.57 મિ.મી. વરસાદ પડ્યો છે, જે સરેરાશ 11.02 ટકા જેટલો થવા જાય છે. કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 12.28 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 10.28 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 9.50 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 11.25 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 19 જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પ્રમાણમાં ઓછો નોંધાયો છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત્ છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન 2021 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 1.394 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06 ટકા વાવેતર થવા પામ્યું છે.

દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 4.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 4.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં હાઇ અલર્ટ ૫ર કુલ 04 જળાશય છે
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરદાર સરોવર જળાશયમાં 1 લાખ 50 હજાર 627 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 45.09 ટકા છે. રાજયનાં 206 જળાશયોમાં બે લાખ 6 હજાર 910 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 37.14 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ અલર્ટ ૫ર કુલ 04 જળાશય છે, જ્યારે અલર્ટ ૫ર એકપણ જળાશય નથી તેમજ વોર્ગિં ૫ર 07 જળાશય છે.

NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમો ડિપ્લોય કરાઈ
NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમ ડિપ્લોય કરી દેવામાં આવી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 1-રાજકોટ, 1-ગીર-સોમનાથ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે 8- ટીમ વડોદરા અને 2 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. વઘુમાં, એસ.ડી.આર.એફ, સી.ડબ્લ્યુ.સી., ઊર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ.ના અધિકારીઓ ઓનલાઇન મીટિંગમાં જોડાયા હતા અને ચોમાસું અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું.