ST નિગમને દિવાળી ફળી:ગુજરાતમાં છેલ્લા 21 દિવસમાં 13.96 લાખ લોકોએ એસ.ટી બસમાં મુસાફરી કરી, રોજની સરેરાશ 1.31 કરોડની કમાણી થઈ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
એસટી બસોમાં મુસાફરોનો ઘસારો ( ફાઈલ ફોટો - Divya Bhaskar
એસટી બસોમાં મુસાફરોનો ઘસારો ( ફાઈલ ફોટો
  • ખાનગી બસોના બેફામ ભાડા નહીં પોસાતા લોકો ગુજરાત સરકારની એસટી બસો તરફ વળ્યાં
  • એસ ટી વિભાગે ઓનલાઈન બુકિંગથી માંડીને લાંબા અંતરની સારી બસો શરૂ કરી

કોરોનાના કેસો ઓછા થતાં સરકારે વધુ છુટછાટો આપતાં હવે ધંધા રોજગાર અને પ્રવાસન સ્થળો પણ ખુલી ગયાં છે. લોકો કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા હોય તેવી સ્થિતિમાંથી બહાર નીકળીને હરવા ફરવાની મોજમાં આવી ગયાં છે. ત્યારે ખાનગી બસોમાં ભાવ વધારાને લઈને લોકોમાં રાજ્યની એસટી બસો વધુ ફેવરિટ બની છે. છેલ્લા 21 દિવસમાં એસટી બસોમાં 13.96 લાખ લોકોએ મુસાફરી કરી છે. જેમાં રોજની સરેરાશ 1.31 કરોડની આવક એસટી નિગમને થઈ છે.

એસટી બસમાં લોકોએ મુસાફરી કરવાનું શરૂ કર્યું
ગત વર્ષે કોરોનાના ડરને કારણે લોકોએ બીનજરૂરી મુસાફરી કરવાનું ટાળ્યું હતું. પરંતુ આ વખતે લોકો મનમુકીને બહાર ફરવા નીકળી પડ્યાં છે. બીજી તરફ ખાનગી બસોને પણ ટક્કર મારે તેવા એસટી વિભાગના આયોજનોમાં ઓનલાઈન બુકિંગથી માંડીને લાંબા અંતરની સારી બસો શરૂ કરી હોવાથી હવે લોકો 300 થી 400 કિ.મી સુધીની મુસાફરી એસટી બસમાં કરતાં અચકાતા નથી.

લાંબા અંતર સુધી જવા માટે પણ હવે એસટી બસો લોકોમાં ફેવરિટ બની ( ફાઈલ ફોટો)
લાંબા અંતર સુધી જવા માટે પણ હવે એસટી બસો લોકોમાં ફેવરિટ બની ( ફાઈલ ફોટો)

21 દિવસની દૈનિક સરેરાશ આવક 1.31 કરોડ
ગુજરાત એસટી નિગમ માટે આ દિવાશી શુકનવંતી સાબિત થઈ છે. એસટી વિભાગને દિવાળીના તહેવારમાં સૌથી વધુ કમાણી થઈ છે. નિગમના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત 25 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધીના 21 દિવસમાં સમગ્ર ગુજરાતમાં કુલ 13.96 લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી છે. જેથી નિગમને 27.63 કરોડની આવક થઈ છે. આ આવકને ધ્યાને લેતાં 21 દિવસની દૈનિક સરેરાશ આવક 1.31 કરોડથી વધુ થવા પામી છે. આઠમી નવેમ્બરના રોજ ગુજરાત એસટીએ સમગ્ર દેશની સ્ટેટ ટ્રાન્સપોર્ટ સેવાઓમાં રેકોર્ડ સર્જ્યો હતો.

આઠમી નવેમ્બરે સૌથી વધુ મુસાફરોએ મુસાફરી કરી
આઠમી નવેમ્બરના એક જ દિવસમાં 94 હજાર 540 લોકોએ એસટી બસમાં મુસાફરી કરતાં નિગમને 1.80 કરોડની આવક થઈ હતી. જે આખા દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે હોવાનું નિગમના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ખાસ કરીને દિવાળીના પાંચ દિવસ બાદના દિવસોમાં એસટીમાં મુસાફરી કરવા માટે સમગ્ર રાજ્યમાંથી મુસાફરોનો સૌથી વધુ ઘસારો રહ્યો હતો.

ખાનગી બસોના ભાડા નહીં પોસાતા લોકો એસટી બસો તરફ વળ્યા ( ફાઈલ ફોટો)
ખાનગી બસોના ભાડા નહીં પોસાતા લોકો એસટી બસો તરફ વળ્યા ( ફાઈલ ફોટો)

ખાનગી બસોમાં બેફામ ભાડુ વસૂલાયું
ખાનગી બસોના સંચાલકોએ પેટ્રોલ ડિઝલના ભાવની આડમાં બસના ભાડામાં મોટો વધારો કરી દીધો છે. આ ઉપરાંત દિવાળીના તહેવારમાં પણ સૌથી વધુ ભાડુ વસૂલ્યું હતું. સામાન્ય રીતે 300થી 400 કિ.મીના રૂટની ખાનગી બસોની ટિકીટની કિંમત 450 રૂપિયા સુધીની હતી. જે દિવાળી દરમિયાન વધારીને 900 થી 1000 રૂપિયા સુધી કરી દેવામાં આવી હતી. બીજી તરઉ ગુજરાત એસટી નિગમની બસોમાં આટલા જ અંતરની ટીકિટ 175થી 200 રૂપિયા સુધીની હતી. મંદી અને મોઘવારીનો માર સહન કરનાર લોકોએ ખાનગી બસની લકઝરી સુવિધા જતી કરીને એસટીમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું.

21 દિવસમાં એસ ટી નિગમને થયેલી આવક

તારીખબુકિંગઆવક( કરોડમાં)
25 ઓક્ટોબર4784010677420
26 ઓક્ટોબર4785610642103
27 ઓક્ટોબર4888710577711
28 ઓક્ટોબર5091710808405
29 ઓક્ટોબર54154110617301
30 ઓક્ટોબર5662211428503
31 ઓક્ટોબર5299210597098
1 નવેમ્બર5948011835518
2 નવેમ્બર5738911236916
3 નવેમ્બર5514110712342
4 નવેમ્બર5390010496305
5 નવેમ્બર5844010782276
6 નવેમ્બર8937616617624
7 નવેમ્બર9052616673611
8 નવેમ્બર9453918017923
9 નવેમ્બર8691116903929
10 નવેમ્બર8318616490107
11 નવેમ્બર8013416076941
12 નવેમ્બર8033515871724
13 નવેમ્બર7925515550489
14 નવેમ્બર6873613253895
કુલ1396616276312570