તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો બેકાબુ:અમદાવાદમાં છેલ્લા 11 દિવસમાં ડેન્ગ્યુના 179 અને ટાઇફોઇડના 115 કેસ નોંધાયા, હેલ્થ વિભાગની ટીમો દોડતી થઈ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • મચ્છરજન્ય રોગો વધતાં શહેરમાં દરેક જગ્યાએ ફોગીંગ કરવામાં આવી રહ્યું છે શહેરમાં ઝાડા ઉલ્ટીના 98, કમળાના 73 કેસ નોંધાયા

અમદાવાદમાં ચોમાસાની શરૂઆતથી જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો હવે બેકાબુ બની રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોના કારણે સરકારી, ખાનગી હોસ્પિટલ- દવાખાનામાં દર્દીઓ વધ્યા છે. શહેરમાં ડેન્ગ્યુ ઉપરાંત ટાઇફોઇડના કેસો ખૂબ જ વધ્યા છે. ચાલુ સપ્ટેમ્બર માસમાં 11 દિવસમાં ડેન્ગ્યુના 179 અને ટાઇફોઇડના 115 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગો વધતાં શહેરમાં દરેક જગ્યાએ ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.

મેલેરિયા અને હેલ્થ વિભાગની ટીમો દોડતી થઈ
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે મેલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબુમાં લેવા કાર્યરત અને મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસના 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં સાદા મેલેરિયા 87 કેસો, ઝેરી મેલેરિયાના 9, ડેન્ગ્યુના 179 અને ચિકનગુનિયાના 91 કેસો નોંધાયા છે.

ખાનગી અને સરકારી દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે ( ફાઈલ ફોટો)
ખાનગી અને સરકારી દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે ( ફાઈલ ફોટો)

અધિકારીઓ સાચા આંકડા જાહેર કરતા નથી
પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલ્ટીના 98, કમળાના 73, ટાઈફોઈડના 115 અને કોલેરાના 0 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓના સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના કારણે લોકોના મોત પણ થયા છે પરંતુ હંમેશાની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ શહેરમાં આવા રોગના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. તેના સાચા આંકડા અને માહિતી જાહેર કરતા નથી.

મચ્છરના બ્રિડિંગ શોધવા કોર્પોરેશનની ટીમો કાર્યરત થઈ ( ફાઈલ ફોટો)
મચ્છરના બ્રિડિંગ શોધવા કોર્પોરેશનની ટીમો કાર્યરત થઈ ( ફાઈલ ફોટો)

મચ્છરના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ
ચાલુ સપ્ટેમ્બર માસ દરમ્યાન શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. કો કે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...