તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Jodhpur Area Of Ahmedabad, A 30 Feet Deep Landslide Occurred Outside The Society, At Night The Locals Had To Evacuate The Cows Falling In The Landslide, One Way Had To Be Closed

આ ભૂવા ક્યારે ભરાશે:અમદાવાદના જોધપુર વિસ્તારમાં સોસાયટીની બહાર 30 ફૂટ ઊંડો ભૂવો પડ્યો, રાત્રે ગાય ભૂવામાં પડતા સ્થાનિકોએ બહાર કાઢવી પડી, એકતરફનો રસ્તો બંધ કરવો પડ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • 10 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો જેને કોર્પોરેશનના અધિકારીઓએ આંખ આડા કાન કરી પૂર્યો નહિ
  • સ્થાનિકોએ સ્વખર્ચે ભૂવો પુરાવ્યાં બાદ રાત્રે વરસાદ પડતા ફરી ત્યાં જ મોટો ભૂવો પડતા સ્થાનિક હેરાન

અમદાવાદ સ્માર્ટસિટી તરીકે ઓળખાય છે. પરંતુ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા સિટી બની જાય છે. ચોમાસાના વરસાદની ઠેર ઠેર વિસ્તારોમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. શહેરના જોધપુર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર આવેલી ભાવ પુષ્પ સોસાયટી બહાર ગઈકાલે વરસાદ બાદ મસમોટો ભૂવો પડ્યો છે. જેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. એકતરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. 10 દિવસ પહેલા આ જ જગ્યાએ ભુવો પડ્યો હતો પરંતુ કોર્પોરેશન દ્વારા સરખી રીતે ન પુરાણ કરતા ફરી 20થી 30 ફૂટ ઊંડો ભુવો પડ્યો છે. સ્થાનિક મહિલા કોર્પોરેટર ભારતીબેન ગોહિલ દ્વારા ભૂવા મામલે કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાની અને આજ સાંજ સુધીમાં ભૂવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

ભૂવો પૂર્યા વગર જ કામગીરી અધૂરી રાખી: સ્થાનિક
સ્થાનિક રહેવાસી વિરલ પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાવપુષ્પ સોસાયટી પાસે 10 દિવસ પહેલા નાનો ભૂવો પડ્યો હતો. સોસાયટીના સ્થાનિકોએ કોર્પોરેશનમાં ફરિયાદ અને રજુઆત કરી હતી પરંતુ ભૂવાનો નિકાલ ન થતા તેઓ ડ્રેનેજની કામગીરી કરી જતા રહ્યા હતા. ભૂવો પૂર્યા વગર જ કામગીરી અધૂરી રાખી હતી જેથી સ્થાનિકોએ સ્વખર્ચે ભૂવો પુરાવ્યો હતો. ગઈકાલે બુધવારે આવેલા વરસાદના કારણે એ જ જગ્યાએ ફરી ભૂવો પડ્યો છે. ભૂવા પડવાની સ્થાનિકોએ કોર્પોરેશનને ફરિયાદ કરી પરંતુ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ગઈકાલે એક ગાય પણ આ ભૂવામાં પડી હતી...જેને સ્થાનિકોએ બહાર કાઢી હતી. એક વૃદ્ધ વ્યકિત પણ ભૂવામાં પડતા પડતા બચી ગયા હતા.

કોર્પોરેશન તંત્રએ ફક્ત બેરીકેડ લગાવીને કામગીરીનો સંતોષ માન્યો છે
કોર્પોરેશન તંત્રએ ફક્ત બેરીકેડ લગાવીને કામગીરીનો સંતોષ માન્યો છે

કોર્પોરેશનના કામગીરી બાબતે આંખ આડા કાન
કોર્પોરેશન તંત્રએ ફક્ત બેરીકેડ લગાવીને કામગીરીનો સંતોષ માન્યો છે. મોડી રાત્રે કોઈ વાહન ચાલક ભૂવામાં પડી પણ શકે છે. પરંતુ કોર્પોરેશન દ્વારા આ ભૂવા પુરાવવાની જગ્યાએ ફક્ત ભયજનક બોર્ડ જ લગાવીને લોકોને સાવચેત કર્યા છે. આ ભૂવો વરસાદમાં પાણી ભરાઈ જવાથી મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારોમાં કામગીરી બાબતે આંખ આડા કાન કરવામાં આવે છે જેથી સ્થાનિક લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...