• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Investigation Of B Safal Group, Rs. 500 Crore Tax Evasion Transactions Were Found; 24 Lockers Of Builder Group Seized, Rs. Jewelery Worth Rs 98 Lakh Was Also Seized

કાર્યવાહી:બી-સફલ ગ્રૂપની તપાસમાં રૂ. 500 કરોડની કરચોરીના વ્યવહારો મળ્યા; બિલ્ડર ગ્રૂપના 24 લોકર સીઝ કરાયા, રૂ. 98 લાખની જ્વેલરી પણ જપ્ત કરાઈ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જમીનદલાલે જમીનોમાં રોકડેથી 230 કરોડનું રોકાણ કર્યાના દસ્તાવેજ મળ્યા

પ્રહલાદનગર રોડ પર આવેલા બી-સફલ ગ્રૂપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તેમ જ બ્રોકર સિટી એસ્ટેટના પ્રવીણ બાવડિયાને ત્યાં આવકવેરા વિભાગની દરોડા કાર્યવાહી પાંચમા દિવસે પણ ચાલી હતી. તપાસમાં આવકવેરા વિભાગને 500 કરોડની કરચોરીના વ્યવહારોના દસ્તાવેજ મળ્યા છે.

બિલ્ડરબી-સફલ ગ્રૂપની ઓફિસ સિવાય તમામ જગ્યાએ દરોડાની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે બ્રોકર પ્રવીણ બાવડિયાના ત્યાંથી મોટા પ્રમાણમાં કમ્પ્યુટર, લેપટોપ અને પેન ડ્રાઇવમાંથી મળી આવેલા દસ્તાવેજોમાં રૂ. 230 કરોડના જમીનમાં રોકડથી રોકાણ કર્યા હોવાનું બહાર આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા 28 સપ્ટેમ્બરે શહેરના બિલ્ડરબી-સફલ ગ્રૂપ અને તેના 22 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ. 500 કરોડની કરચોરી અત્યાર સુધીમાં સામે આવી છે. હાલ દરોડા કાર્યવાહી ચાલુ હોવાથી આંકડો હજી વધી શકે છે.

આ સાથે બિલ્ડર ગ્રૂપના 24 જેટલા લોકર પણ સીઝ કરવામાં આવ્યાં છે, જેમાંથી પણ ઘણા દસ્તાવેજો મળી શકે તેવી શક્યતા છે. તપાસમાં મોટા પ્રમાણમાં મિલકતો બે નામી વ્યક્તિના નામે ખરીદી હોવાના દસ્તાવેજ મળી આવ્યા છે. જમીન દલાલને ત્યાં કરેલી તપાસમાં રૂ. 230 કરોડથી વધારેના જમીનમાં રોકડથી વ્યવહારો કર્યાના દસ્તાવેજ મળી આવ્યા છે. આવકવેરા વિભાગને તપાસ દરમિયાન આશરે રૂ. 1 કરોડ જેટલી રોકડ અને રૂ. 98 લાખની જ્વેલરી પણ મળી આવી છે, જેને હાલ જપ્ત કરવામાં આવી છે.

રિઅલ એસ્ટેટ અને બ્રોકરની પણ તપાસ
આવકવેરા વિભાગે પહેલી વખત બિલ્ડર ગ્રૂપ ઉપરાંત તેમની સાથે સંકળાયેલા રિઅલ એસ્ટેટ અને જમીન દલાલોને ત્યાં પણ દરોડા પાડ્યા છે. સિટી એસ્ટેટના પ્રવીણ બાવડિયાને ત્યાંથી પણ શંકાસ્પદ દસ્તાવેજો, છૂટા કાગળો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. તેમાંથી અત્યાર સુધીમાં રૂ. 200 કરોડથી વધારે કાળાં નાણાંનું રોકાણ કર્યાનું બહાર આવ્યું છે. જ્યારે રૂ. 200 કરોડથી વધારેના વ્યવહારોના દસ્તાવેજની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત રૂ. 100 કરોડ જેટલા જમીન વેચાણના વ્યવહારો રોકડમાં કર્યા હોવાના દસ્તાવેજો મળી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...