મર્ડર:ગીતામંદિરમાં સામાન્ય બાબતે મિત્રોએ જ યુવકની છરીના ઘા મારી હત્યા કરી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 4 આરોપી ફરાર, કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગીતામંદિરમાં 4 જણાએ યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગીતામંદિર કૃષ્ણનગરમાં રહેતા આરતીબેન મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો 19 વર્ષનો પુત્ર કૃણાલ સાંજે 5 વાગે મિત્રો અનિલ ખુમાણ, ચિરાગ સિંધવ, અજય વાઘેલા અને માનવ પરમારની સાથે બહાર રોડ પર ઊભો હતો. એ વખતે કૃણાલ, ચિરાગ અને અજય વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઇ હતી, જેમાં ઉશ્કેરાયેલા અનિલે છરી કાઢીને કૃણાલને પેટના ભાગે છરી મારી હતી. કૃણાલ લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો, તેણે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો ભેગા થઇ જતાં ચારેય આરોપીઓ ભાગી ગયા હતા. બીજી તરફ હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...