• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The First Two To Three Hours In The Morning In The State, 36 People Were Strangled With Kite Strings, 12 People Were Injured In Ahmedabad.

દોરીએ લોકોને ઘાયલ કર્યાં:રાજ્યમાં સાંજ સુધીમાં 248 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયા, અમદાવાદમાં સૌથી વધુ 74 લોકોને દોરીથી ઈજા થઈ

અમદાવાદ12 દિવસ પહેલા
અમદાવાદમાં વાહનચાલકો દોરીથી ઈજા પામ્યા હતાં
  • 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સાંજના 9 વાગ્યા સુધીમાં 3367 જેટલા કોલ મળ્યા
  • વર્ષ 2021માં 2295 કોલ મળ્યા હતા

ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. સાંજ સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના 248 જેટલા બનાવો બની ચૂક્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 74 લોકો દોરીથી ઈજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા નજીક એક યુવકનું દોરીથી ગળું કપાતા શારદાબેન હોસ્પિટલમાં ખસેડાયો હતો, ભાવનગરમાં પણ હેવમોર ચોક પાસે એક વૃદ્ધ દોરીથી ઈજાગ્રસ્ત થતા સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. ઉપરાંત રાજકોટમાં પણ વધુ ચાર દોરી વાગવાના બનાવો બન્યા હતા, જે તમામને ઇજા થતા 108માં સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આમ રાજકોટ 26, વડોદરામાં 28 તથા સુરતમાં 27 લોકો દોરીથી ઘવાયા છે.

અમદાવાદમાં 22 લોકો દોરીથી ઈજાગ્રસ્ત
આ પહેલા આજે સવારે અમદાવાદમાં ચમનપુરા પાસે બાઇક લઈને જતા 32 વર્ષીય વ્યક્તિના ગળામાં દોરી આવતા ઈજાગ્રસ્ત થયા હતા. એરપોર્ટ રોડ તરફ ઈન્દિરાબ્રિજ પાસે પણ બાઇક લઈને જતાં 50 વર્ષીય વ્યક્તિના ગળામાં ઇજાગ્રસ્ત થયા છે. સુભાષબ્રિજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા 76 વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી. અમદાવાદમાં જ 74 બનાવો સામે આવ્યાં છે.

અમદાવાદમાં દોરીથી ઈજાગ્રસ્ત થયેલ યુવકને 108માં સારવાર અપાઈ હતી
અમદાવાદમાં દોરીથી ઈજાગ્રસ્ત થયેલ યુવકને 108માં સારવાર અપાઈ હતી

ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી
તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને રાતે 9 વાગ્યા સુધીમાં 3367 જેટલા કોલ મળ્યા છે. જ્યારે ગત વર્ષે 108ને 2925 ઈમરજન્સી કોલ મળ્યા હતા. જેમાં 74 બનાવ ગળામાં દોરી વાગવાના, 275 બનાવ નીચે પડવાના બન્યા છે. જેમાં તમામમાં તેઓને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી અને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ફાયર બ્રિગેડને પક્ષી બચાવ કોલના સવારે 6થી 10 વાગ્યા સુધીના માત્ર બે કોલ મળ્યા છે. જેના પરથી કહી શકાય કે સવારથી ઓછી પતંગ ઉડવાના કારણે પક્ષીઓના ઇજા થવાના બનાવો ઓછા જોવા મળ્યા છે.

રાજકોટમાં વધુ 4 વ્યક્તિઓ દોરીથી ઘવાયા
રાજકોટમાં વધુ 4 વ્યક્તિઓ દોરીથી ઘવાયા

લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે
ઉત્તરાયણને લઈને લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે.પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો છે.નાના બાળકો અને યુવાઓ અત્યારે મોટા ભાગના ધાબા પર જોવા મળી રહ્યા છે. 2 વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે તેવું યુવાઓએ કહ્યું છે પરંતુ ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે. 2 દિવસ સુધી સવારથી સાંજ સુધી આ રીતે જ પતંગ ઉડાવવાનું પણ જણાવ્યું હતું.