બેઠક:ફાર્મસીમાં પ્રવેશના પહેલા રાઉન્ડમાં 5099માંથી 86 બેઠક જ ખાલી રહી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્યની 77 કોલેજમાં કુલ 5013 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો
  • 14 હજાર વિદ્યાર્થી વેઇટિંગમાં, 18 નવેમ્બર પછી બીજો રાઉન્ડ

ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીના પ્રથમ રાઉન્ડ માટેના સીટ એલોટમેન્ટની જાહેરાત કરાઈ છે. સીટ એલોટમેન્ટમાં 5013 વિદ્યાર્થીને પ્રવેશ ફા‌ળવાયો છે. સીટ એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ 18 નવેમ્બર સુધીમાં ઓનલાઇન ફી ભરી શકશે. હજુ 14 હજાર વિદ્યાર્થી વેઇટિંગમાં રહેલા છે.

એસીપીસીએ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. પહેલા રાઉન્ડમાં 13066 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી 7982 વિદ્યાર્થીએ ચોઇસ ફિલિંગ કરાવ્યું હતું. વિદ્યાર્થીઓના મેરિટ અને ચોઇસ ફિલિંગને ધ્યાને લઈને પહેલા રાઉન્ડમાં 5013 વિદ્યાર્થીની રાજ્યભરની 77 કોલેજોમાં ફાળવણી કરાઈ છે. આ ફાળવણીમાં મેનેજમેન્ટ ક્વોટા અને એનઆરઆઈ સીટોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પહેલા રાઉન્ડ બાદ 86 બેઠકો ખાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પેરા મેડિકલના પ્રવેશ બાદ ફાર્મસીમાંથી ઘણા વિદ્યાર્થીઓ પોતાનો પ્રવેશ રદ કરાવે છે, પરંતુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વેઇટિંગમાં હોવાથી કોલેજોમાં સીટો ખાલી રહેશે નહીં.

ડિપ્લોમાની સીટો ખાલી , ડિગ્રીની તમામ ભરાઈ ગઈ

કોર્સસંસ્થાનો પ્રકારસંસ્થાકુલ બેઠકોપ્રવેશ
ડિગ્રી ફાર્મસીસરકારી-ગ્રાન્ટેડ,6437437
સેલ્ફ ફાઈનાન્સ7035983598
ડિપ્લોમા ફાર્મસીસરકારી-ગ્રાન્ટેડ8644636
સેલ્ફ ફાઇનાન્સ12420342
અન્ય સમાચારો પણ છે...