ગુજરાતમાં ચૂંટણી સમયે જ ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને સમર્થકો જોડાઈ જતા હોવાથી કોંગ્રેસના માળખામાં ગાબડાં પડે છે, પરિણામે કોંગ્રેસે પણ હવે મનોમંથન કરી નારાજ નેતાઓને સમજાવવા, સાંભળવા અને સાચવવા માટે સિનિયર નેતાઓને જવાબદારી સોંપી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી બાજુ પ્રદેશથી લઈને પંચાયત સુધીનું સંગઠનનું માળખું મોટું કરી નેતાઓને સાચવી લેવાની પણ વ્યૂહરચના અપનાવી છે. ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસના સિનિયર અશોક ગેહલોતને પણ ચોક્કસ સત્તાઓ સાથે ઓબ્ઝર્વર બનાવ્યા છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના તાલુકા જિલ્લાસ્તરે સંગઠન માળખામાં મોટા ગાબડા પડી રહ્યા છે ત્યારે હાઈકમાન્ડને રેલો આવતા કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય આગેવાનો અને કાર્યકરોને નારાજગી દૂર કરવા સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નારાજ નેતાઓને મનાવવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત પણ શરૂ કરી છે. જેથી હાલ એવું છે કે, ભાજપની ભરતી ઝુંબેશ સામે કોંગ્રેસની બચાવ ઝુંબેશ ચાલી રહી છે. એટલું જ નહીં ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે સિનિયર આગેવાન અને રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.