તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:જિલ્લા પંચાયતમાં પત્નીના બદલે પતિઓએ વહીવટની શરૂઆત કરી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે કમિટીના ચેરમેનોની નિમણૂકનો વિવાદ ટાળવા પૂર્વ પ્રમુખો સહિત જિલ્લા ભાજપના આગેવાનો આખો દિવસ હાજર રહ્યા

અમદાવાદ જિલ્લા પંચાયતમાં પત્ની ઉમેદવારને બદલે તેમના પતિદેવોએ ખુરશી પર બેસી વહીવટની શરૂઆત કરી દીધી છે. સોમવારે કમિટીના ચેરમેનોની નિમણૂંકનો વિવાદ ટાળવા પૂર્વ પ્રમુખો સહિત જિલ્લા ભાજપના આગેવાનો આખો દિવસ હાજર રહ્યા હતાં. ભાજપના આગેવાનોએ કોઇ વિવાદ નહીં હોવાનો દાવો કર્યો હતો. જ્યારે ભાજપના કેટલાક સભ્યોએ કમિટીની બેઠક બાદ કહ્યું કે, ગેરરિતીના આરોપ ધરાવનાર સભ્યોને ચેરમેનો બનાવતા નારાજગી છે.

જિલ્લા પંચાયતના બિલ્ડીંગમાં મળેલી વિવિધ સમિતીઓની બેઠકમાં ચેરમેનોની નિમણૂંક થયા પછી સમર્થકો ઉમટી પડયા હતાં. જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠકોમાંથી ભાજપને 30 બેઠકો અને કોંગ્રેસના 4 બેઠકો મળી છે. જેથી ભાજપના 30 સભ્યોને તમામ બેઠકોમાં સમાવવા પ્રયાસ કરાયો છે. વધુ બેઠકોના લીધે ચાલુવર્ષે દંડક અને શાસકપક્ષના નેતાની પણ નિમણૂંક કરાઇ છે. જોકે આ બંને પદ સોભાના ગાંઠીયા સમાન છે. જિલ્લા પંચાયતના વહીવટમાં આ બે પદોનું કોઇ મહત્વ જ નથી. આમ છતાં ચુંટાયેલા સભ્યોને સારૂ લાગે તે માટે બે પદ પર નિમણૂંક આપી દેવાઇ છે. જિલ્લા પંચાયતની કુલ સાત સમિતીઓમાંથી પાંચ સમિતી સિંચાઇ ઉત્પાદન અને સહાકર સમિતી, બાંધકામ સમિતી, મહિલા અને બાળ કલ્યાણ સમિતી, શિક્ષણ સમિતી, સામાજિક ન્યાય સમિતીમાં મહિલા ચેરમેનો છે. આ સમિતીઓની બેઠકમાં મહિલા ચેરમેનોની નિમણૂંક થયા પછી પતિદેવો ચેરમેનની ખુરશીમાં જઇને ગોઠવાઇ ગયા હતાં. તેમના સમર્થકો સાથે ફોટા પણ પડાવવા લાગ્યા હતાં. આ પરથી જ હવે સમજાય છેકે, જિલ્લા પંચાયતનો વહીવટ પત્નિના બદલે પતિદેવો જ કરશે.

અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલે જાહેરમાં ટકોર કરી હતી કે, જિલ્લા પંચાયતમાં મહિલા ઉમેદવારોના પતિ વહીવીટી કામગીરી કરે છે. જે ખોટુ છે. મહિલા ઉમેદવારોએ જાતે જ વહીટવ કરવો જોઇએ. મહિલાઓ વહીવટી કામગીરી કરશે તો તેમની પ્રતિભા બહાર આવશે. જોકે પ્રદેશ પ્રમુખની ટકોર છતાં જિલ્લા પંચાયતમાં મહિલા ઉમેદવારોના પતિઓ ચેરમેનોની ખુરશીમાં ગોઠવાઇ ગયા હતાં. એક અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, જિલ્લા પંચાયતમાં આ રીતે જ વહીવટ થાય છે. કોઇ સ્ટાફ વિરોધ કરી શકે નહીં. કોંગ્રેસ પણ કોઇ વિરોધ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...