ગુજરાતમાં બે મંત્રીઓ પાસેથી ખૂબ જ મહત્વના બે વિભાગ પરત લઈ લેવાતાં રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને મહેસૂલ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીને હટાવી દેવામાં આવતા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં ભ્રષ્ટાચાર થાય છે અને તેના પૈસાની ભાગ બટાઈમાં ક્યાંય વાંધો પડે છે, તેના કારણે મંત્રીઓને તેમના પદ પરથી દૂર કરી દેવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ આજ રીતે ભ્રષ્ટાચારમાં પૈસાની વહેંચણીના કોઈ કારણે જ હટાવી દેવામાં આવ્યા હતા તેવું મને જાણવા મળ્યું હતું. ભાજપમાં પણ આ જ બાબતે ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપ પર આક્ષેપ કરતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે પણ ભ્રષ્ટાચારમાં પૈસાની વહેચણીમાં કોઈ તકલીફ પડે છે ત્યારે માત્ર મંત્રી જ નહીં પરંતુ મુખ્યમંત્રીને પણ બદલાવી દેવામાં આવે છે. ગુજરાત સરકારમાં મંત્રી તરીકે એવા પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીને માર્ગ અને મકાન તેમજ મહેસુલ મંત્રી તરીકે હટાવી લેવા બાબતે તેઓએ મુખ્યમંત્રીને સવાલ પૂછતાં જણાવ્યું હતું કે શા માટે આ બંને ખાતાના મંત્રી પદ ઉપરથી તેમને હટાવી દેવામાં આવ્યા છે. શું મંત્રીઓએ ભ્રષ્ટાચાર કર્યો હતો કે પછી સી.આર.પાટીલ ને કે દિલ્હીમાં બેઠેલા ઓફિસરો અને પૈસા નહોતા પહોંચાડ્યા ? શું પ્રશ્ન હતો તે પ્રજાને જણાવો જોઈએ. પ્રજાને જાણવાનો અધિકાર છે કે શા માટે આ બંને ખાતાના મંત્રી પદ ઉપરથી તેમને હટાવી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં બે મંત્રીઓ પાસેથી ખૂબ જ મહત્વના બે વિભાગ પરત લઈ લેવાતાં રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખૂબ જ મહત્વના ગણાતા એવા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને મહેસૂલ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીને હટાવી દેવામાં આવતા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ આજ રીતે ભ્રષ્ટાચારમાં પૈસાની વહેંચણીના કોઈ કારણે જ હટાવી દેવામાં આવ્યા હતા તેવું મને જાણવા મળ્યું હતું. ભાજપમાં પણ આ જ બાબતે ચર્ચાનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.