તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રીની તબિયત લથડી:ગાંધીનગરમાં વિધાનસભાના ચાલુ સત્રમાં મહેસૂલમંત્રી કૌશિક પટેલની તબિયત બગડી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કૌશિક પટેલ (ફાઈલ ફોટો). - Divya Bhaskar
કૌશિક પટેલ (ફાઈલ ફોટો).
  • અત્યારસુધીમાં એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યા

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે હવે મહેસૂલમંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત બગડતાં તેમને તાત્કાલિક નિવાસસ્થાન ખાતે ગયા હતા. અત્યારસુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યા છે. આજે સા.ન્યાય અધિકારિતા મંત્રી ક્વોરન્ટીન પૂરો કરીને ગૃહમાં આવ્યા છે.

બે વર્ષ પહેલાં ન્યૂમોનિયા થયો હતો
બે વર્ષ પહેલાં મહેસૂલમંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા થતાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત વધુ લથડતાં તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.

અગાઉ 6 ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા
તાજેતરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. અગાઉ 6 ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા હતા, જેમાં વિજય પટેલ, ભીખા બારૈયા, પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો સમાવેશ થાય છે. હાલ ચાલી રહેલા બજેટસત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે, જ્યારે શૈલેશ મહેતા અને મોહન ડોડિયા સારવાર હેઠળ છે. એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ચાલુ સત્રમાં સંક્રમિત થયેલા સભ્યો
1. ઈશ્વરસિહ પટેલ, (મંત્રી)
2. બાબુભાઈ પટેલ
3. શૈલેશ મહેતા
4. મોહનસિંહ ઢોડિયા

પોઝિટિવ આવેલા ધારાસભ્યો
5. પુંજાભાઈ વંશ
6. નૌશાદ સોલંકી
7. ભીખાભાઈ બારૈયા
8. વિજય પટેલ
9. ભરતજી ઠાકોર

મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ
આ ધારાસભ્યોએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાથી મિત્રોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભાગૃહમાં કોરોના વધી રહ્યો છે, જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા
કોરોનાવાયરસની ઝપેટમાં અત્યારસુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેશ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો