તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Curfew In Ahmedabad, The Poor Family Of Vadaj Spent The Night Drinking Tea And Water, There Was Not A Single Grain Of Food In The House

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિચારા ગરીબો:અમદાવાદના કર્ફ્યૂમાં વાડજના ગરીબ પરિવારે ચાનું પાણી પીને રાત વિતાવી, ઘરમાં અન્નનો એક દાણો પણ ન હતો

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત
અમદાવાદ પહોંચ્યા બાદ શું ખાવું એ એક સવાલ હતો
  • લોકોએ કર્ફ્યૂ વધવાની દહેશતમાં સ્ટોક કરી લીધો પણ કોઈની મદદ ના કરી
  • દૂધ ખરીદવા માટેના પણ તેમની પાસે પૈસા નહોતા

અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થવાથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રકારની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ તેનાથી ગરીબ પરિવારની હાલત શું થશે? આવો સવાલ તંત્રને થતો નથી. અચાનક કરી દેવામાં આવતી આવી જાહેરાતોમાં છેવટે તો ગરીબ વર્ગ જ પીસાય છે. જે લોકો રોજે રોજ મજુરી કરીને એક દિવસ પેટ ભરે છે તે લોકોની પરિસ્થિતિ શું થઈ હશે. તંત્ર પાસે આનો કોઈ જવાબ નથી. સરકારે લૉકડાઉનમાં ગરીબોને મફતમાં અનાજ આપ્યું પરંતુ આ વખતે ફરીવાર લૉકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થયું. દિવાળીના તહેવારમાં પોતાના વતનમાં તહેવાર મનાવવા માટે ગયેલા શ્રમિકો જ્યારે ફરીવાર કામ પર પરત ફરી રહ્યાં હતાં ત્યારે જ શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો. આ પરિસ્થિતિમાં ભૂખને કેવી રીતે સંતોષવી એ યક્ષ પ્રશ્ન બની ગયો. કોઈએ એક ટાઈમ પાણી પીને ચલાવ્યું, તો કોઈએ માત્ર ચાનો ઉકાળો પીને રાત ગુજારી.

​​​​​​​

વતનથી પરત ફર્યા પણ અંદાજ ન હતો કે કર્ફ્યૂ લાગશે
દિવાળીના તહેવારમાં વતન ગયેલા શ્રમિકો ફરીવાર કામ કાજ માટે પરત ફરતાં હતાં અને શહેરમાં અચાનક કરફ્યૂ લગાવવામાં આવ્યો. અમદાવાદમાં પહોંચતાની સાથે જ ફરીવાર પેટની ભૂખ કેવી રીતે સંતોષવી તે એમના માટે સૌથી મોટો સવાલ બની ગયો. શહેરમાં પહોંચતાની સાથે જ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલા શ્રમિકોના ઘરમાં એક ફાકો મારવા પૂરતુ પણ અનાજ નહોતું. કર્ફ્યૂ અને કોરોનાના કેસો વધવાની દહેશતના કારણે કોઈએ પણ આ મજુરી કરીને પેટીયું રળતા શ્રમિકોની મદદ ના કરી. આખરે ઉકાળેલું ચાનું પાણી પીને રાત વિતાવવાનો વારો આવ્યો. દૂધ ખરીદવા માટેના પણ તેમની પાસે પૈસા નહોતા. લોકોએ કર્ફ્યૂ વધવાની દહેશતમાં સ્ટોક કરી લીધો પણ કોઈની મદદ ના કરી.

વાડજમાં રહેતા પ્રકાશભાઈને કર્ફ્યૂમાં ભારે હાલાંકીનો સામનો કર્યો
વાડજમાં રહેતા પ્રકાશભાઈને કર્ફ્યૂમાં ભારે હાલાંકીનો સામનો કર્યો

કોઈએ મદદ પણ ના કરી
લૉકડાઉન પહેલાં પોતાના વતનમાં ગયેલા પ્રકાશભાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે હું અહીંયાં રોજ કમાઈને રોજ મારા પરિવારનું પેટ ભરું છું. હાલમાં વાડજના રામાપીરના ટેકરા પર ભાડેથી રૂમ રાખીને રહું છું. હું અમદાવાદમાં સારુ કામ મળશે એ આશાએ આવ્યો હતો. હું બહું ભણેલો ન હોવાથી મને ક્યાંય નોકરી પણ ના મળી, જેથી હું નાની મોટી મજુરી કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દિવાળીનો તહેવાર હતો એટલે હું મારા વતનમાં ગયો હતો. જ્યારે પરત ફર્યો ત્યારે શહેરમાં કર્ફયૂ લાગી ગયો હતો. મને હતું કે અમદાવાદ પહોંચીને થોડુંક અનાજ મેળવી લઈશ પરંતુ અહીં તો બધું કર્ફ્યૂને કારણે બંધ હતું, જીવનજરૂરી ચીજવસ્તુ મેળવવી પણ અઘરી છે. જેથી મારે આખી રાત ભૂખ્યા સુવાનો વારો આવ્યો અને માત્ર ચાનું ઉકાળેલુ પાણી પીને હું રાત્રે સુઈ ગયો હતો. આવી રીતે અન્ય લોકો પણ નાની મોટી સમસ્યામાં ફસાયા છે પણ દરેક ગરીબની મદદ માટે કોણ પહોંચે તે પણ એક યક્ષ પ્રશ્ન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો