તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કોરોનાકાળમાં GSTએ એકતરફી ઓર્ડર કરતાં કરદાતા મુશ્કેલીમાં

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાઈપીચ એસેસમેન્ટ માટે વધુ સમયની વિનંતી ન સ્વીકારી
 • 15 ડિસેમ્બર સુધીમાં ડેટા ન આપનારા સામે ઓર્ડરની ચીમકી

ગુજરાત સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે તાજેતરમાં વર્ષ 2016-17ના વર્ષની કાર્યવાહીને લઇને વેપારીઓને કોવિડ સમયમાં ફોન કરીને એસેસમેન્ટના દસ્તાવેજો સાથે દોડાવ્યા છે. ગુજરાત સેલટેક્સ બાર એસોસિએશને હાઇપીચ એસેસમેન્ટ, મોટી રકમના ઓર્ડર અને એસેસમેન્ટ માટે સમય આપવા વિનંતિ કરી હતી. જેના માટે એસોસિએશનના સભ્યો રાજ્યના નાણામંત્રીને મળ્યા હતા. પરંતુ મુખ્ય ચીફ કમિશનર રજા પર હોવાથી જરૂરી સૂચનો ન અપાતા કરદાતાઓની ફરિયાદો ઉઠી છે કે, ઘણા બધા કેસમાં એક્સપાર્ટે ઓર્ડર કરી દેવાતા કરદાતાઓને મોટી રકમની જવાબદારી આવી પડી છે.

જે કરદાતા ડેટા આપી રહ્યા છે, તેમને વધારાનો ડેટા ઝડપથી આપી દેવા જણાવાયું છે. તેમજ તેમને 15 ડિસેમ્બર પહેલા બાકી ડેટા આપવામાં નહીં આવે તો ઓર્ડર કરી દેવાની ધમકી મળી રહી છે. આમ કરદાતાઓ કોવિડ સમયમાં આ ડેટા આપવા દોડાદોડી કરી રહ્યાં છે. જરૂરી સૂચના નાણામંત્રી દ્વારા કરાય તેવી એસોસિએશન દ્વારા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો