ટ્રાફિકજામથી મુક્તિ:અમદાવાદ શહેરમાં આ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 14 ફ્લાયઓવર લોકો માટે ખુલ્લા મુકાશે

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
લૉકડાઉનને કારણે અટકી ગયેલા કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યા છે. - Divya Bhaskar
લૉકડાઉનને કારણે અટકી ગયેલા કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં અને એસપી રિંગ રોડની ફરતે આ વર્ષે 14 જેટલા ફ્લાયઓવર લોકો માટે ખુલ્લા મુકાશે. લૉકડાઉનને કારણે અટકી ગયેલા કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યા છે. મોટાભાગના બ્રિજ એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે શરૂ કરી દેવાશે.

 • હેબતપુર : સીમ્સ હોસ્પિટલથી હેબતપુર વચ્ચેનો ફ્લાયઓવર માર્ચ મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાશે. 70.89 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
 • વિરાટનગર : આ બ્રિજ જૂન 2020માં પૂરો થવાનો હતો પરંતુ કોરોનાને કારણે હવે જાન્યુઆરી મહિનામાં તૈયાર થઈ જશે. 50.66 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે.
 • રાજેન્દ્રપાર્ક : માર્ચ મહિનામાં આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે. 82.29 કરોડના ખર્ચે 741 મીટર લંબાઈનો બ્રિજ તૈયાર કરાયો છે. કોરોનાને કારણે 6 મહિનાનો વિલંબ થયો છે.
 • અનુપમ બ્રિજ : આ બ્રિજનો એપ્રોચ પોર્શન તૈયાર કરાયો છે. રેલવે સાથે પરામર્શ પછી 38.42 કરોડના ખર્ચે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જુલાઈ મહિનાથી આ બ્રિજ કાર્યરત થઈ જશે.
 • ભાડજ સર્કલ : એસપી રિંગ રોડ અને સાયન્સ સિટીને અડીને આવેલા ભાડજ સર્કલ ખાતે 43.55 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલો બ્રિજ જૂન મહિનાથી વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે.
 • શાંતિપુરા સર્કલ : 68 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ બ્રિજ 30 જૂન 2020માં ખુલ્લો મુકાવાનો હતો પરંતુ કોરોનાને કારણે વિલંબ થતા હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે.
 • સનાથલ : જૂન 2021માં આ બ્રિજ શરૂ કરવાની તૈયારી છે. 56.35 કરોડના ખર્ચે 1376 મીટરની લંબાઈના આ બ્રિજનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. બ્રિજનું કામ 2017માં શરૂ થયું હતું.
 • મહેમદપુર : એસપી રિંગ રોડ પર આવેલા મહેમદપુર ખાતે પણ 56.35 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ ડિસેમ્બર 2021માં પૂર્ણ થશે. આ બ્રિજનું કામ પણ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું.
 • વૈષ્ણોદેવી : એસજી હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ ખાતે બનાવવામાં આવી રહેલો બ્રિજ એપ્રિલ મહિનાથી વાહનચાલકો માટે કાર્યરત કરાશે. એસજી હાઈવેથી ચિલોડા વચ્ચે આ બ્રિજ આવે છે.
 • સોલા ભાગવત : 800 કરોડના ખર્ચે એસજી હાઈવેથી ચિલોડા વચ્ચે તૈયાર થયેલા બ્રિજ પૈકીનો સોલા ભાગવતનો બ્રિજ દિવાળી સુધીમાં ખુલ્લો મુકાશે. હજુ ઝાયડસ ખાતેના બ્રિજનું કામ ચાલી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...