અમદાવાદ મ્યુનિ.ની કાર્યવાહી:રખડતાં ઢોરના મામલે મ્યુનિ.એ 18 દિવસમાં જ 99 પશુમાલિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નિકોલમાં પશુ પકડવા ગયેલી ટીમની કામગીરીમાં અવરોધરૂપ 6 સામે પોલીસ ફરિયાદ
  • હાઈકોર્ટના આદેશ બાદની કાર્યવાહીમાં 9.61 લાખ દંડ વસૂલાયો

નિકોલ વિસ્તારમાં લીલાનગરથી ડાયમંડ મિલ તરફના રસ્તા પર રઝળતાં ઢોર પકડવા ગયેલી અમદાવાદ મ્યુનિ.ની ટીમને જોઈને પશુ ભગાડવા લાગેલા તેમ જ બાઇક ચલાવી આગળ આવી કામગીરીમાં અવરોધ ઊભો કરનારા 6 જેટલા લોકો સામે મ્યુનિ.એ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, શહેરમાં રઝળતાં ઢોરનો ત્રાસ અટકાવવા માટે મ્યુનિ.એ છેલ્લા 18 દિવસમાં જ જાહેરમાં રઝળતાં 1281 જેટલા પશુઓ પકડ્યાં છે. જ્યારે 99 જેટલા પશુમાલિકો સામે મ્યુનિ.એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરમાં રખડતાં ઢોરને કારણે સર્જાતા અકસ્માતો નિવારવા માટે હાઈકોર્ટે આપેલા આદેશને પગલે મ્યુનિ.એ હાથ ધરેલી કડક કાર્યવાહીમાં અત્યાર સુધીમાં પકડાયેલા 1281 પશુઓ પૈકી 172 પશુને તેમના માલિકો છોડાવી જતાં, મ્યુનિ.એ 9.61 લાખનો દંડ વસૂલ્યો છે.

શહેરમાં ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિ.એ પકડેલા 10524 જેટલાં રખડતાં પશુઓ પૈકી 1349 પશુઓને છોડવા માટે મ્યુનિ.એ પશુમાલિકો પાસેથી રૂ.77.50 લાખનો દંડ વસૂલ્યો છે. જ્યારે 777 જેટલા પશુમાલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મ્યુનિ.એ છેલ્લાં કેટલાક દિવસથી અભિયાન હાથ ધરીને શહેરમાં રસ્તે રખડતાં ઢોરનો ત્રાસ નિયંત્રણમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...