કડક કાર્યવાહી:અમદાવાદમાં રખડતા ઢોર મામલે CNCD વિભાગે 15 દિવસમાં 1780 ઢોર પકડ્યા, પાલડીમાં ઢોર પાર્ટી પર હુમલો કરી ગાડીના કાચ તોડનાર ત્રણ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 211 જેટલા પશુ માલિકો સામે ફરિયાદ પણ કરવામાં આવી છે
  • 421 પશુ છોડવાનાર માલિકો પાસેથી રૂપિયા 23.05 લાખનો દંડ પણ વસૂલાયો

અમદાવાદમાં રસ્તા પર રખડતા ઢોરની ફરિયાદ ઉઠવા પામી છે. રખડતા ઢોરને ડબે પુરવામાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું બહાર આવ્યું છે. કામગીરી અંગેની ફરિયાદો બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા અલગ અલગ વોર્ડમાં 9 જેટલી ટીમો બનાવીને 2 શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા 15 દિવસમાં ત્રાસ અંકુશ વિભાગ (CNCD વિભાગ) દ્વારા 1780 જેટલા પશુઓ ને પકડવામાં આવ્યા છે. ચાલુ ઓક્ટોમ્બર માસમાં 2529 જેટલા જેટલા પશુઓ પકડી અને 421 પશુ છોડવાનાર માલિકો પાસેથી રૂપિયા 23.05 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. 211 જેટલા પશુ માલિકો સામે ફરિયાદ પણ કરવામાં આવી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

દરરોજ 100થી વધુ રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલે છે
CNCD વિભાગની ઢોર પકડવાની કામગીરી દરમ્યાન કેટલાક ઢોર માલિકો પીછો કરી અડચણ ઉભી કરતા હોય છે ત્યારે પાલડી વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમ્યાન તળજાભાઈ દેસાઈ અને ગફુરભાઈ દેસાઈ (બંને. રહે વેજલપુર) તેમજ હિતેશ દેસાઈ (રહે. ચાણકયપુરી)એ કામગીરીમાં અવરોધ ઉભો કરી ગાડીના સાઇડ ગ્લાસ તોડી નુકસાન કરતા પાલડી પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં દરરોજ 100થી વધુ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

વાહન પાછળ પશુ માલિકો પણ સાધનો લઈને દોડે છે
રખડતા ઢોરો પર કોર્પોરેશન દ્વારા RFID ચિપ લગાવવામાં આવી છે. CNCD વિભાગના કર્મચારીઓ ઢોર પકડવા જાય છે ત્યારે તેમના વાહન પાછળ પશુ માલિકો પણ સાધનો લઈને દોડે છે જેમાં હવે આવા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે. ઢોર માટે ઘાસચારો અને પેન્ડલ રિક્ષા લઈને ઊભા રહેતા લોકો સામે પણ અલગ અલગ વિસ્તારો અને વોર્ડમાં પણ કામગીરી કરવામાં આવી છે. આવા ન્યૂસન્સ સામે પણ દંડાત્મક કામગીરી કરવામાં આવી છે. અને નોટિસ પાઠવવામાં આવી છે તેઓ આવી રીતે ખુલ્લા ઢોર લઈને ફરે નહીં

અન્ય સમાચારો પણ છે...