તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુઓમોટો:ગીરના સિંહો મામલે અદાલત મિત્રએ હાઇકોર્ટને કહ્યું- ઉદ્યોગો માટે લેવાતા અણઘડ નિર્ણયોથી જંગલ નાશ પામશે

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિંહોનાં મોત બાબતે સુઓમોટોમાં રિપોર્ટ રજૂ

ગીરના જંગલમાં સિંહોના અપમૃત્યુ મામલે હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીમાં અદાલત મિત્રએ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા તથ્યો રજૂ કરવામાં આવ્યા છે.

રિપોર્ટમાં જણાવ્યુ છે કે, જંગલની આસપાસમાં આડેધડ ઉદ્યોગોને જમીન આપવામાં આવી રહી છે જેના કારણે જંગલમાંથી પાઇપલાઇન અને રેલ્વે લાઇન નાખવામાં આવી રહી છે. જો ઉદ્યોગો પર રોક લગાવવામાં નહી આવે તો ભવિષ્યમાં સિંહોનું અસ્તિત્વ નહી રહે. તાત્કાલિક અસરથી જંગલની અદંર અને આસપાસના ઉદ્યોગોને હટાવવા કોર્ટે નિર્ણય લેવો જોઇએ.

આ રજુઆતોને પગલે કોર્ટે પણ સરકાર સામે નારાજગી દર્શાવતા એવી ટકોર કરી હતી કે, પર્યાવરણના લાભ-ગેરલાભ અંગેની ચકાસણી કર્યા વગર જ પ્રસ્તાવ કરી દેવામાં આવ્યા છે તેે કેવી રીતે ચાલે? આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો