રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 391 કેસ નોંધાયા છે અને 34 દર્દીના મોત થયા છે. જ્યારે 191 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં 11,380 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આવતીકાલ સવારથી દેશભરમાં લોકડાઉ 4.0 શરૂ થશે. આ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડીને 31 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. આ અંગે નિર્ણય કરવા આજે સાંજે 5 વાગ્યાથી મુખ્યમંત્રીની અધ્યક્ષતા હાઈ લેવલ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં કોઈ નિર્ણય થઈ શકાયો નથી. હવે આવતીકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. તેમજ રાજ્યમાં કર્ફ્યુંનો કડક અમલ કરાશે. નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ 19મેથી કરવામાં આવશે.મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, માસ્ક નહીં પહેર્યું હોય તેને સમગ્ર ગુજરાતમાં રૂ.200નો દંડ ફટકારવામાં આવશે. બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોને છૂટ આપવામાં આવશે.
રાજ્યમાં 17મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ
રાજ્યનો રિકવરી રેટ 39.53 ટકા અને અત્યાર સુધીમાં 143,600 ટેસ્ટ કર્યાં
કોરોના અંગે અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 391 કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દીના કોરોનાથી અને 20ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. 391 નવા કેસમાં અમદાવાદમાં 276, સુરતમાં 45, વડોદરામાં 21, કચ્છમાં 14, ખેડામાં 6, સાબરકાંઠામાં 6, ગાંધીનગરમાં 5, પાટણમાં 4, પંચમહાલમાં 2, ગીર સોમનાથમાં 2, દાહોદમાં 2, ભાવનગર, આણંદ,અરવલ્લી, જામનગર, વલસાડ, જુનાગઢ, પોરબંદર, અમરેલીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. કુલ 11,380 દર્દીમાંથી 6,148ની હાલત સ્થિર છે અને 38 વેન્ટીલેટર પર છે. તેમજ 659ના મૃત્યુ થયા છે અને 4,999 સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યનો રિકવરી રેટ 39.53 ટકા થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 143,600 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 11,380ના રિપોર્ટ પોઝિટિવ અને 1,32,220ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
કચ્છમાં કોરોનાના એકસાથે 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને કારણે સમગ્ર જિલ્લાની જનતામાં ફફડાટ ફેલાઈ ગયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમ કુમાર કન્નરે આપેલી માહિતી મુજબ માંડવીના કોડાય અને મસ્કામાં બે, ભચાઉ તાલુકામાં 7 અને અબડાસામાં 5 મળી કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે.
શ્રમિકો મીડિયા-પોલીસ,વહીવટી તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરેઃDGP
રાજ્ય પોલીસ વડાએ લોકડાઉન અને કાયદો વ્યવસ્થા અંગે જણાવ્યું કે, શ્રમિકોના તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાના બનાવો બન્યા છે, જે યોગ્ય નથી. આજે રાજકોટ જિલ્લાના શાપરમાં શ્રમિકો દ્વારા રવાના થનારી ટ્રેન રદ થતા અમુક લોકોએ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ અને મીડિયા પર હુમલો થયો છે. આ પ્રકારનું કૃત્ય કરનાર સામે ગુનો દાખલ કર્યો છે. આ રીતે ધીરજ ગુમાવીને પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અથવા મીડિયા સાથે સંઘર્ષમાં ના ઉતરે. જો ટ્રેનમાં વિલંબ થાય અથવા રદ થાય તો ટ્રેનની ફરી વ્યવસ્થા કરીને શ્રમિકોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવશે.
વાવાઝોડાની આગાહીને પગલે ઓડિશાની ટ્રેનો રદઃ પોલીસ વડા
રાજ્ય પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું કે, રસ્તા પર ચાલીને વતન જતા લોકોને નજીકના શેલ્ટર હોમમાં રાખવામાં આવે છે અને ત્યાંથી વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે દેશના અમુક રાજ્યમાં વાવાઝોડું આવવાની આગાહી કરી છે, આ વાવાઝોડું ઓડિશામાં પણ આવવાની શક્યતા છે. જેથી ઓડિશા વહીવટી તંત્ર આ વ્યવસ્થામાં વ્યસ્ત હોવાથી આગામી ત્રણ ચાર દિવસ શ્રમિકોને વતન લાવવાના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા મુલતવી રાખવા જણાવ્યું છે. જેથી ગુજરાતમાંથી ઓડિશામાં જવા માગતા લોકો ધીરજ રાખે, હાલ ત્રણ-ચાર દિવસ સુધી ટ્રેન ચલાવવામાં આવશે નહીં.
25મીએ ઈદ પછી અમદાવાદમાં લોક ડાઉન હળવું થઈ શકે
ગુજરાત સરકારના અધિકારીઓ અમદાવાદમાં પણ 31 મે સુધી લોકડાઉન લંબાવવાના મૂડમાં છે. 31મે સુધી ના લંબાવી શકાય તો 25 મે સુધી તો કરવાનીતૈયારી છે. આ અંગે ટૂંક સમયમાં સરકાર નિર્ણય લેશે. જ્યારે 21 દિવસની કન્ટેઈન્મેન્ટ ઝોનની સમીક્ષા 24મેના રોજ કરવામાં આવશે, એટલે કે 25મીએ ઈદ પુરી કરીને લોકડાઉન ખોલવામાં આવી શકે છે.
અમદાવાદ સિવિલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીના રઝળતા મૃતદેહ મામલે CMના તપાસના આદેશ
મુખ્યમંત્રી રૂપાણીએ તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દી ગણપત વરૂભાઈ મકવાણાની લાશ BRTS બસ સ્ટેન્ડ દાણીલીમડા પાસેથી મળી આવવાની ઘટનાની સંપૂર્ણ તપાસ માટે આદેશ કર્યો છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે પી ગુપ્તાને સોંપી છે. તેમજ 24 કલાકમાં તપાસ અહેવાલ રાજ્ય સરકારને સોંપવાની સૂચના આપી છે.
રાજ્યમાં સતત 19માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુ કેસ
તારીખ | કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
29 એપ્રિલ | 308 (250) |
30 એપ્રિલ | 313(249) |
1 મે | 326 (267) |
2 મે | 333 (250) |
3 મે | 374 (274) |
4 મે | 376 (259) |
5 મે | 441(349) |
6 મે | 380 (291) |
7 મે | 388 (275) |
8 મે | 390 (269) |
9 મે | 394(280) |
10 મે | 398 (278) |
11 મે | 347 (268) |
12 મે | 362 (267) |
13 મે | 364 (292) |
14 મે | 324 (265) |
15 મે | 340(261) |
16 મે | 348(264) |
17 મે | 391(276) |
કુલ 11,380 દર્દી, 659ના મોત અને 4,499 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 8420 | 524 | 2660 |
વડોદરા | 660 | 32 | 388 |
સુરત | 1094 | 51 | 708 |
રાજકોટ | 79 | 02 | 52 |
ભાવનગર | 108 | 08 | 74 |
આણંદ | 83 | 08 | 74 |
ભરૂચ | 32 | 02 | 25 |
ગાંધીનગર | 168 | 06 | 66 |
પાટણ | 42 | 02 | 22 |
નર્મદા | 13 | 00 | 12 |
પંચમહાલ | 71 | 06 | 49 |
બનાસકાંઠા | 83 | 04 | 67 |
છોટાઉદેપુર | 21 | 00 | 14 |
કચ્છ | 28 | 01 | 06 |
મહેસાણા | 75 | 03 | 40 |
બોટાદ | 56 | 01 | 49 |
પોરબંદર | 05 | 00 | 03 |
દાહોદ | 24 | 00 | 16 |
ખેડા | 46 | 01 | 22 |
ગીર-સોમનાથ | 25 | 00 | 03 |
જામનગર | 35 | 02 | 09 |
મોરબી | 02 | 00 | 01 |
સાબરકાંઠા | 38 | 02 | 11 |
મહીસાગર | 48 | 01 | 38 |
અરવલ્લી | 78 | 02 | 69 |
તાપી | 02 | 00 | 02 |
વલસાડ | 09 | 01 | 04 |
નવસારી | 08 | 00 | 08 |
ડાંગ | 02 | 00 | 02 |
દેવભૂમિ દ્વારકા | 12 | 00 | 02 |
સુરેન્દ્રનગર | 04 | 00 | 01 |
જૂનાગઢ | 06 | 00 | 02 |
અમરેલી | 02 | 00 | 00 |
અન્ય રાજ્ય | 01 | 00 | 00 |
કુલ | 11,380 | 659 | 4499 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.