તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBની કાર્યવાહી:લાંચ કેસમાં ડો. નરેશની હોસ્પિટલ-બંગલે સર્ચ, આજે હાજર થવા નોટિસ, ડો. અરવિંદે પણ ACBમાં હાજર થવું પડશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના દર્દીઓનાં બિલ પાસ કરાવવા ડેપ્યુટી હેલ્થ ઓફિસર વતી 10 ટકા પૈસા માગ્યા હતા

કોરોના દર્દીઓનાં બિલ પાસ કરવા 10 ટકા કમિશન લેવાના કૌભાંડમાં એસીબીએ ડો. નરેશ મલ્હોત્રા, ડો.અરવિંદ પટેલ, ફરિયાદી સહિત ચારને હાજર રહેવા નોટિસ આપી છે. જ્યારે રવિવારે ડોક્ટરના ઘર, હોસ્પિટલમાં સર્ચ કરાયું હતું.

એસીબીના અધિકારીઓએ રવિવારે ડો. નરેશ મલ્હોત્રાની ભૂયંગદેવ પાસેની આદિત્ય હોસ્પિટલ તેમ જ ઝાયડસ હોસ્પિટલ પાછળ આવેલા બંગલે સર્ચ કર્યું હતું, પરંતુ ડો. નરેશ મળ્યા ન હતા, જેથી એસીબીએ તેમને સોમવારે એસીબીની ઓફિસમાં હાજર રહેવા નોટિસ આપી છે. સરકારે અમદાવાદની 50 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે અને આ હોસ્પિટલોમાં સારવાર લેનારા દર્દીઓનાં બિલ પણ સરકાર જ ભરે છે.

જોકે બિલ પાસ કરાવવા હોસ્પિટલે તે બિલ ડેપ્યુટી મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલ સમક્ષ રજૂ કરવાં પડે છે. ડો.અરવિંદની સહી બાદ જ તે બિલ મંજૂર થાય છે.

જોકે સિમ્સ હોસ્પિટલ દ્વારા બાકી રૂ.1.50 કરોડનાં બિલ પાસ કરાવવા ડો. અરવિંદ પટેલ વતી આદિત્ય હોસ્પિટલના સંચાલક ડો.નરેશ મલ્હોત્રાએ બિલના 10 ટકા માગ્યા હતા, જે બાબતે સિમ્સના ડોક્ટરે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એસીબીએ ડો.નરેશની આદિત્ય, ઝાયડસ હોસ્પિટલ પાછળ આવેલા તેમના બંગલે તપાસ કરી હતી. જોકે તેઓ મળ્યા ન હોવાથી તેમને અને ડો.અરવિંદને સોમવારે તપાસ માટે એસીબી ઓફિસમાં હાજર રહેવા નોટિસ અપાઇ છે. આ ઉપરાંત ફરિયાદી સિમ્સના ડોક્ટર તેમજ શાહેદ કેતન આચાર્યને પણ નોટિસ આપવામાં આવી છે.

ચારેયને સામસામે બેસાડીને પૂછપરછ કરાશે
આ કૌભાંડમાં ખરેખર ડો. અરવિંદ પટેલ, ડો.નરેશ મલ્હોત્રા સાથે સામેલ છે કે નહીં તેમ જ નરેશ મલ્હોત્રા આ કૌભાંડ કેવી રીતે આચરતા હતા તેની રજેરજની માહિતી મેળવવા માટે એસીબીની ટીમે સોમવારે નરેશ મલ્હોત્રા, અરવિંદ પટેલ, ફરિયાદી ડોક્ટર, શાહેદને હાજર રહેવા નોટિસ આપી છે.

પાસ કરાયેલાં તમામ બિલોની તપાસ કરાશે
અત્યાર સુધી અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર લઈ ચૂકેલા કોરોનાના દર્દીઓ પૈકી કેટલા દર્દીઓનાં બિલ ડો.અરવિંદ પટેલની સહીથી પાસ થયા છે કે કેમ તે દિશામાં એસીબી માહિતી એકત્રિત કરી રહ્યું છે, જેના માટે જુદી જુદી હોસ્પિટલો તેમ જ મ્યુનિ. પાસેથી માહિતી માગવામાં આવી છે.

કોવિડ હોસ્પિ.ની મંજૂરી અંગે પણ તપાસ થશે
ડો. નરેશ મલ્હોત્રાની આદિત્ય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે કેવી રીતે મંજૂરી મળી તે દિશામાં પણ હવે તપાસ થશે. જોકે જે રીતે ડો. નરેશ, અરવિંદ પટેલ વતી પૈસા લેતા હતા તે જોતાં ડો. નરેશને અરવિંદ પટેલની રહેમરાહ હેઠળ કોવિડ હોસ્પિટલ માટે મંજૂરી અપાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો