તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેકરથી પરેશાન થઈ શાળા:અમદાવાદની આનંદનિકેતન સ્કૂલ કેસમાં હેકરને પકડવા માટે નેશનલ એજન્સીઓની મદદ લેવાઈ

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • હેકરે જે ટેક્નોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યા તેનાથી વિકસિત દેશો પણ પરેશાન
 • 7 મહિનામાં 10થી 15 દિવસના ગાળામાં હેકરે આનંદનિકેતન સ્કૂલને 12 મેલ મોકલ્યા

આનંદનિકેતન સ્કૂલમાં ઓનલાઇન ક્લાસમાં ફોટોની લિંક મોકલીને તેમ જ મેલ કરીને 7 માસથી હેરાન કરતા હેકરને પકડવા માટે હવે સાઇબર ક્રાઇમે નેશનલ એજન્સીઓની મદદ લીધી છે. આ હેકર દ્વારા જે અદ્યતન ટેક્નોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરાઈ રહ્યો છે, તેનાથી વિકસિત દેશો પણ ત્રાહિમામ છે. આથી હવે આ હેકરને પકડવા માટે સાઇબર ક્રાઇમ, સ્કૂલની પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સી અને નેશનલ એજન્સીએ તપાસ આદરી છે. આ હેકરે છેલ્લા 7 માસમાં આનંદનિકેતન સ્કૂલને 12 મેલ મોકલ્યા છે. જોકે દરેક મેલની વચ્ચે તેણે ઓછામાં ઓછો 10-15 દિવસનો ગાળો રાખ્યો હતો, જેમાં હેકર આઈપી એડ્રેસ અને ઈન્સ્ટ્રુમેન્ટ બદલી દેતો હતો, જેના કારણે પોલીસ તેના સુધી પહોંચી શકી નથી.

હાલમાં હેકર ઓનલાઇન સ્કૂલ ચાલુ હોય તે સમયે જ ફોટોની લિંક મોકલે છે, જેનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ધ્યાન તે તરફ કેન્દ્રિત થાય છે. જોકે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને સાઇબર ક્રાઈમની ટીમોએ તપાસ તેજ કરી દીધી છે. 7 મહિનાથી હેકર પકડાતો ન હોવાથી સ્કૂલ સંચાલકોએ પણ સાઇબર ક્રાઈમની સાથે ખાનગી ડિટેક્ટિવ એજન્સીને પણ કામ સોંપ્યું છે. સાઇબર ક્રાઇમના અધિકારીઓનું કહેવું છે કે, હેકર જે ટેક્નોલોજી અને ઈન્સ્ટુમેન્ટ વાપરી રહ્યો છે તેનો ઉપયોગ પ્રોફેશનલ હેકર્સ કરે છે, જેનાથી વિકસિત દેશો પણ પરેશાન છે. આથી સાઇબર ક્રાઇમે નેશનલ એજન્સીઓની મદદ લીધી છે.

હેકર જાણભેદુ હોવાની પોલીસને આશંકા
પોલીસનું કહેવું છે કે હેકર કોણ હોઈ શકે તે હાલમાં કહી શકાય નહીં, પરંતુ જે રીતે હેકર આનંદનિકેતન સ્કૂલને ટાર્ગેટ કરી રહ્યો છે, તે જોતાં આ કામ કોઈ જાણભેદુનું હોવાની શંકા નકારી શકાય નહીં. આથી હાલમાં તમામ પાસાંની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો