તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરરાષ્ટ્રીય લિટરેચર ફેસ્ટિવલ:AILFના સેશનમાં ગાયક અદિતી રમેશે કહ્યું, આર્ટિસ્ટ એકબીજાને સપોર્ટ કરે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ આંતરરાષ્ટ્રીય લિટરેચર ફેસ્ટિવલના ઉપક્રમે યોજયેલા ડિજિટલ સેશનમાં બેંગ્લુરુંના ગાયક-ગીતકાર અદિતિ રમેશ અને સંગીત નિર્માતા રાગ શેટ્ટીએ ભાગ લીધો. જેનું સંચાલન આર્ટ ક્યુરેટર મુસ્કાન પાઠકે કર્યું હતું.

સેશનમાં સ્વતંત્ર સંગીત ઉપર વાત કરતા કમ્પાસ બોક્સ સ્ડૂડિયોના ફાઉન્ડર રાગ શેટ્ટીએ કહ્યું કે, ‘હું કોલેજમાં હતો ત્યારે સ્ટડીની સાથે ગિટાર વગાડતો અને તે વખતે જ મને બોલિવૂડ અને હોલિવૂડને બદલે આર્ટિસ્ટના સ્વતંત્ર સંગીતને પ્રોત્સાહન આપીને આગળ વધારવાનો વિચાર આવ્યો પછી મેં કમ્પાસ બોક્સ શરૂ કર્યો જે આર્ટિસ્ટને વિનામૂલ્યે ગીત-સંગીતના નિર્માણમાં સપોર્ટ કરે છે.

બેંગ્લુરુંના ગાયક ગીતકાર અદિતિ રમેશે કહ્યું કે, ‘હું વકીલાત છોડીને સંગીતના ફીલ્ડમાં આવી છું અને અમારું ‘લેડિઝ કમ્પાર્ટમેન્ટ બેન્ડ’ ચાલે છે મારા અનુભવ પરથી સ્વતંત્ર સંગીત વિશે કહું તો તે વ્યક્તિની પસંદગી છે પણ આ પસંદગી જો તેના સોલ સાથે જોડાયેલી હોય તો તે કામ કરવાની મજા જ કંઈક અલગ છે. મને લાગે છે આપણે આજે એવા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ જેમાં એક આર્ટિસ્ટ બીજા આર્ટિસ્ટને ટેકો આપે તે જરૂરી છે. તેમાં પણ સ્થાનિક પ્રતિભાને સપોર્ટ કરવા અંગે હું વિશેષ ભાર આપવાનું કહું છું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો