અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ (SVP હોસ્પિટલ) ખાતે 20 વર્ષીય યુવકનું જટીલ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અકસ્માત દરમિયાન યુવકનું હૃદય ખસીને ડાબીથી જમણી તરફ જતું રહ્યું હતું અને ફેફસા પણ લગભગ બંધ થઈ ગયા હતા. શહેરની જાણીતી હોસ્પિટલમાં ઓપરેશન બાદ પણ યુવકને શ્વાસ ચડતો હતો અને તેની શ્વાસ નળી બ્લોક થઈ જવાના કારણે પેપશુ સંકોચાઈ ગયું હતું જેથી ગંભીર હાલતમાં તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તેનું સભાન અવસ્થામાં જ ઓપરેશન કરી અને તેને નવજીવન આપવામાં આવ્યું હતું.
જમણા ફેફસાની મુખ્ય નળી 90 ટકા કરતા વધુ બ્લોક
SVP હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને પલ્મોનરી વિભાગના હેડ ડો.સંજય ત્રિપાઠી તેમજ સિનીયર મદદનીશ.પ્રોફેસર ડો.વિરલ શાહ દ્વારા આ જટિલ તેમજ મુશ્કેલ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતુ. અકસ્માતમાં એક યુવકને ઈજા થઈ હતી. 11 માર્ચના રોજ યુવકનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. વિશેષ તથા વિદેશથી વિશિષ્ટ તાલીમ લીધેલ ખુબ જ અનુભવી ડોકટરો દ્વારા આ જટીલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ઉચ્ચતમ કક્ષાના મશીનો દ્વારા આ જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. કોઇપણ પ્રકારના જનરલ એનેસ્થેસીયા વગર જ સંપૂર્ણ સભાન અવસ્થામાં આ પ્રોસીજર કરવામાં આવેલ હતી. ઓપરેશન દરમિયાન સઘન તપાસ કરતા દર્દીના જમણા ફેફસાની મુખ્ય નળી 90 ટકા કરતા વધુ બ્લોક હતી. તેમજ વારંવાર જમણુ ફેફસુ આ કારણથી બંધ થઇ જતું હતું.
દૂરબીન દ્વારા જમણાં ફેફસાનું નિરીક્ષણ કર્યું
સૌ પ્રથમ જમણા ફેફસાની મુખ્યનળીને એન્ડોસ્કોપ દ્વારા સ્પેશીયલ બલુન (Balloon Bronchoplasty) તેમજ એન્ડોસ્કોપીક રીસેકશન દ્વારા ખોલવામાં આવી હતી અને બ્લોકેજ દુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દૂરબીન દ્વારા જમણાં ફેફસાનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેના બંધ થયેલા જમણા ફેફસાને પુનઃકાર્યરત કરવામાં કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન બાદ જમણુ ફેફસ ખુલતાની સાથે જ દર્દીના શરીરમાં ઓકિસજનનું પ્રમાણ સંપૂર્ણ પણે જળવાવા માંડયુ તથા ઓપરેશન બાદ દર્દીને ઓકિસજન આપવાની કોઇ જરૂર પડતી ન હતી.
હૃદય ડાબી બાજુથી ખસીને જમણી બાજુ જતુ રહ્યું
આમ, બ્રોન્કોસ્કોપી દ્વારા જમણા ફેફસાને સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવ્યુ તેટલુ જ નહિ, પરંતુ જમણી બાજુ ખસી ગયેલ હૃદયને પણ પાછુ પોતાના મૂળ સ્થાને એટલે કે જમણીથી ડાબી બાજુ ફરીથી મુકવામા આવ્યું હતું. વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત તથા અનુભવી ડોકટરોના હાથમાં બ્રોન્કોસ્કોપી નામનું વિશેષ મશીન માત્ર ફેફસાને જ નહિ પરંતુ હૃદયને પણ તેના મુળ સ્થાન પર લાવી નવજીવન આપવામાં આવ્યું હતું. આ સમ્રગ સારવાર દર્દીને PMJAYથી મળતા લાભ અન્વયે તદ્દન મફત સારવાર કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.