તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયુક્તિ:ચૂંટણી ન થતાં રાજ્ય સરકારે 20 સેનેટ, 6 સિન્ડિકેટ સભ્ય નિમ્યાં

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત યુનિવર્સિટી સત્તા મંડળમાં 26 સભ્યોની નિયુક્તિ

કોરોનાના કારણે ઘણાં લાંબા સમયથી ગુજરાત યુનિવર્સિટી સત્તામંડળની ચૂંટણી ન થઈ શકી હોવાથી ગુરુવારે આખરે રાજ્ય સરકારે 20 સેનેટસભ્ય, 6 સિન્ડિકેટ મળીને કુલ 26 સભ્યોની નિયુક્તિની જાહેરાત કરી હતી. ગુજરાત યુનિવર્સિટી સત્તામંડળના કુલ 26 સભ્યોમાંથી આશરે 20થી વધુ સભ્યો ભાજપ, એબીવીપી તેમજ સંઘ પરિવાર સમર્થિત છે. જ્યારે બાકીના 6 જેટલા સભ્યો કોઈ પણ પક્ષનું સમર્થન ન ધરાવતા તટસ્થ શિક્ષણવિદ સભ્ય છે.

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 35 વર્ષોથી સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટાઈ આવતા સિનિયર સિન્ડિકેટ સભ્ય જશવંત ઠક્કરનું ચાલુ વર્ષે પણ ઈલેકશન થયું ન હોવાથી રાજ્ય સરકારે પ્રો. ઠક્કરની સૌ પ્રથમ વાર નિયુક્તિની જાહેરાત કરી છે.

સેનેટમાં કુલ જે 20 સભ્યોની નિયુક્તિની જાહેરાત કરાઈ છે , તેમાં સોશિયલ વર્કર સહિતના બેક ગ્રાઉન્ડમાંથી આવે છે. જ્યારે યુનિવર્સટી સત્તામંડળમાં ચાર સભ્યોમાં વિવિધ ફેકલ્ટીના ડીન, જ્યારે અન્ય સભ્યોમાં ગણ માન્ય સંસ્થાના પદાધિકારી, યુુનિવર્સિટીના પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરનો સમાવેશ થાય છે.

નિયુક્તિમાં મૂળ કોંગ્રેસીઓ ફાવ્યા
રાજ્ય સરકાર દ્વારા રાજકીય યુવા નેતાઓની જે નિમણૂક કરાઈ છે, તેમાં ડો.વનરાજસિંહ ચાવડા, ડો. હિમાંશુ પટેલ,શક્તિસિંહ ચાચુ, આશિષ અમીન સહિતના નેતાઓ અગાઉ કોંગ્રેસમાં હતા. તેમણે કોંગ્રેસમાં સક્રિય કામગીરી કરી હતી. આ નેતાઓએ કોંગ્રેસના શાસનના વળતા પાણી થતા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા તેમને ભાજપમાં આવવા બદલ આ રીતે શિરપાવ આપવામાં આવી રહ્યો હોવાનું ભાજપના સૂત્રોનુ જ કહેવું છે. ભાજપના સૂત્રોએ ત્યાં સુધી કહ્યું છે કે એક કે બે સભ્યો એવા છે કે જેમના નાણાકીય હિસાબો યુનિવર્સિટી પાસે હજી બાકી છે. આ બાકી લેણા વસૂલવા માટે તેમની પુન: નિયુક્તિ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...