અમદાવાદમાં કોરોનાનો કહેર:ઓગસ્ટથી ડિસેમ્બરના 5 મહિનામાં આવેલા કુલ 2282 જેટલા જ કેસ 1 દિવસમાં આવ્યા

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 580 દર્દી સાજા થતાં વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
 • રાહતની વાત: 6800 એક્ટિવ દર્દીઓમાંથી માત્ર 170 દાખલ એટલે કે હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ માત્ર 2.5% છે
 • શુક્રવારના 2281માંથી 39 એટલે કે હોસ્પિટલમાં દાખલ દર્દીનું પ્રમાણ 1.7%
 • પાંચ મહિના કરતાં એક અઠવાડિયામાં 5 ગણા કેસ
 • ​​​​​​​પૂર્વની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાં લગભગ 4 ગણા વધુ કેસ નોંધાયા

શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 2281 કેસ નોંધાયા છે. જે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીના 5 મહિનામાં નોંધાયેલા 2282 કેસ જેટલા જ છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં નોંધાયેલા 8629 કેસ છેલ્લા 5 મહિનામાં આવેલા કેસ કરતાં પાંચ ઘણા વધારે છે.

હાલ શહેરમાં 6800 એક્ટિવ કેસ છે જેમાંથી 65 દર્દી સિવિલ, એસવીપીમાં દાખલ છે જ્યારે 105 દર્દી ખાનગી હોસ્પિટલોમાં છે. રાહતની વાત એ છે કે, 6800માંથી માત્ર 2.5 ટકા દર્દીને દાખલ કરવાની ફરજ પડી છે. શુક્રવારે આવેલા 2281 કેસમાંથી 39 દર્દી એટલે કે 1.7 ટકા દર્દી દાખલ કરાયા છે. જોકે મોટી સંખ્યામાં સંક્રમિતો હોમઆઇસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે. અન્ય રાહતની વાત એ છે કે, સતત બીજા દિવસે શહેરમાં ઓમિક્રોનનો એકપણ દર્દી નોંધાયો નથી. આ ઉપરાંત 580 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી.

રાજ્ય સરકારે પણ શહેર અને ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાને રાખી શુક્રવાર સાંજે નવી એસઓપી જાહેર કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં શનિવારે બપોરે 12 કલાકે રિવરફ્રન્ટ હાઉસ ખાતે કોરોના સમિક્ષા બેઠક મળવાની છે, જેમાં પ્રભારી સચિવ, મ્યુનિસિપલ કમિશનર સહિતના આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. સમીક્ષા બેઠકમાં 15થી 18 વર્ષના બાળકોમાં ઝડપી રસીકરણ થાય તે બેઠકનો મુખ્ય મુદ્દો રહેશે, કારણ કે સરકારની નવી એસઓપી મુજબ રાજ્યની 1થી 9 ધોરણની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનું નક્કી થયું છે. અમદાવાદ જિલ્લા 8 મહિના પછી કોરોનાના 30 કેસ નોંધાયા હતા. અગાઉ 25 મેએ 31 કેસ આવ્યા પછી ફરી આ આંક આવ્યો છે.

15થી 18 વર્ષના 24 હજાર કિશોરને રસી અપાઈ
શહેરમાં કોરોના વેક્સિન અભિયાન અંતર્ગત 24933 કિશોરો સહિત કુલ 53146 જેટલા નાગરીકોએ વેક્સિન લીધી છે. જેમાં 31727 જેટલા નાગરિકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ જ્યારે 21419 લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ મેળવ્યો છે. શહેરમાં કોરોના વિક્સિનેશન ઝડપી બનાવવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે.

મધ્ય2094
પૂર્વ3169
ઉ.પશ્ચિમ4837
દ.પશ્ચિમ2522
ઉત્તર3509
દક્ષિણ4383
પશ્ચિમ4419
કુલ24933

પશ્ચિમ અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે, શુક્રવારે શહેરમાં આવેલા 2281 કેસમાંથી 1827 કેસ પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં નોંધાયા હતા. પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મળી કુલ 454 કેસ આવ્યા હતા. આમ પૂર્વની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના કેસ 4 ગણા વધુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ઝોનમાં છેલ્લા 24 કલાકમાં 636, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 627 અને પશ્ચિમ ઝોનમાં 564 કેસ નોંધાયા હતા. આ તમામ ઝોન પશ્ચિમ અમદાવાદના છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પૂર્વ ઝોનમાં 85, મધ્ય ઝોનમાં 91, ઉત્તર ઝોનમાં 88 અને દક્ષિણ ઝોનમાં 190 કેસ મળી કુલ 454 કેસ આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં આવતા કુલ કેસમાંથી 70થી 80 ટકા કેસ પશ્ચિમ અમદાવાદના હોય છે.

પશ્ચિમના ઝોન
ઉત્તર પશ્ચિમ - 636
દક્ષિણ પશ્ચિમ- 627
પશ્ચિમ - 564

પૂર્વના ઝોન
પશ્ચિમ - 564
દક્ષિણ - 190
મધ્ય - 91
ઉત્તર - 88

50 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા પછી ઓનલાઈન શિક્ષણનો નિર્ણય
અમદાવાદ શહેર અને ગ્રામ્યની સ્કૂલોમાં 50 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા પછી સરકારે સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણનો આદેશ આપ્યો છે. દરમિયાન મ્યુનિ.ની સ્કૂલોના 4 શિક્ષણ પણ પોઝિટિવ આવ્યા છે. બે શિક્ષણ મધ્ય ઝોનની સ્કૂલના જ્યારે બે શિક્ષણ પશ્ચિમ ઝોનની સ્કૂલના છે. પ્રાથમિક શિક્ષણ સમિતિના જણાવ્યા અનુસાર કોરોનાના લક્ષણો દેખાતા આ શિક્ષકો સ્કૂલે આવતા ન હતા.

પશ્ચિમના 19 સહિત 21 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં
​​​​​​​શુક્રવારે શહેરના નવા 21 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકવામાં આવ્યા હતા. આ 21 વિસ્તારમાંથી 19 વિસ્તાર પશ્ચિમ અમદાવાદના છે. 13 વિસ્તાર પશ્ચિમઝોન, 4 વિસ્તાર દ.પશ્ચિમઝોન અને 2 વિસ્તાર ઉ.પશ્ચિમઝોનમાં છે.

 • જયનંદન સોસાયટી કૃષ્ણનગર, ઘર નં. 37
 • ઓર્ચિડ હાર્મની, એપલવુડ, સરખેજ, 6 ઠ્ઠો અને 10મો માળ બ્લોક સી,5
 • સોર્રેલ એપાર્ટ, એપલવુડ, સરખેજ, 8મો માળ સીબ્લોક
 • યશ ટાવર, સેટેલાઇટ, 7થી 10મો માળ, એ,71 થી એ,104
 • સત્યમ ઇન્સીજ્ઞા, જોધપુર ક્રોસરોડ, 10મો માળ એ 1001 અને 1002
 • આર્યમાન ફ્લેટ, ન્યુ રાણીપ, એચ બ્લોક
 • દેવ દાસ સોસા., ચાંદખેડા ઘર નં. 1,2,16 અને 17
 • સ્વપ્નીલ એપાર્ટમેન્ટ, અખબારનગર ઘર નં. 501 થી 503
 • પ્રેય એપાર્ટમેન્ટસ પાલડી 1લો માળ
 • આદીનાથ એપાર્ટ, પાલડી
 • તેજેન્દ્ર પાર્ક સોસા., નારણપુરા, ઘર નં. 1 થી 3
 • વૈભવ ટાવર, માણેકબાગ, 6ઠ્ઠોમાળ ઘર નં. બી 1 થી 4
 • દેવ વિહાન એપાર્ટ, સાબરમતી, બી 201 થી 203
 • હિરા ભવન, જુનાવાડજ, ઘર નં. 15 થી 18
 • અરવિંદ સીટાડેલ, નવરંગપુરા, બી 301 થી 304
 • મૌલેશ એપાર્ટ, નવરંગપુરા, ઘર નં. 10 થી 12
 • લાવણ્ય સોસા-1, ન્યુ વાસણા, ઘર નં. 66 થી100
 • રાજ્યશ રીવા, ન્યુ વાસમા, 13મો માળ સી બ્લોક 1201 થી 1204
 • નિલકંઠ પાર્ક -1, ગિરધરનગર, 1 અને 2 માળ, એ બ્લોક
 • ઇસ્કોન પ્લેટિનિયમ, બોપલ 4થો માળ એફ બ્લોક, 9મો માલ એસ બ્લોક
 • સેવ્વી સ્વરાજ ફેઝ-2, ગોતા, 7 થી 9 માળ આઇ બ્લોક.

નોંધ: કુલ 141 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં છે.

ખાડિયાના કોર્પોરેટર ઉમંગ નાયક પોઝિટિવ
કાશીની ભવ્યતામાં વધારો કરવા બદલ વડાપ્રધાન મોદીને આર્શીવાદ આપવા યોજાયેલી ધર્મસભામાં હાજર વધુ એક ભાજપના કોર્પોરેટર અને લીગલ કમિટીના ડે. ચેરમેન ઉમંગ નાયક કોરોના પોઝિટિવ આવ્યા છે. ધર્મસભામાં હાજર ભાજપના અનેક મહાનુભાવો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે મ્યુનિ.ના અનેક પદાધિકારીઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં, મોટાભાગના પદાધિકારીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે ખાડિયાના કોર્પોરેટર અને લીગલ કમિટીના ડે.ચેરમેન ઉમંગ નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમણે સારવાર શરૂ કરી છે. તેમને તાવ આવતાં તેમણે ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ આવતાં હાલ હોમ આઇસોલેશનમાં રહ્યા છે.

અગાઉ નેતાઓ પોઝિટિવ આવ્યાઃ ધર્મસભાના કાર્યક્રમમાં શહેર પ્રમુખ અમિત શાહ અને અન્ય પદાધિકારીઓ સાથે સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવી લેવાની અમિત શાહની અપીલને પગલે મ્યુનિ.ના મોટાભાગના ચેરમેને કોરોના ટેસ્ટ કરાવી લીધા હતા. જોકે મોટાભાગના પદાધિકારીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...