તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રકાશના પર્વની સંધ્યાએ મિશ્ર પિલુ રાગમાં ‘નદીયા ધીરે ધીરે બહો, મોરે સૈયા ઉતરેંગે...’ બંદિશની પ્રસ્તુતિ થઈ. સપ્તકના ઉપક્રમે 25મા ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત ‘અંતર્નાદ-અનલોકિંગ મ્યુઝિશિયન એન્ડ ધેર મ્યુઝિક’માં કર્ણાટકના ગાયક પ્રસન્ના ગૂડીએ ગાયનની પ્રસ્તુતિ કરી. તેમણે અનિરૂદ્ધ ઈનામદારની તબલાં અને બશ્વરાજ હુગરની હાર્મોનિયમ સંગત સાથે આ પ્રસ્તુતિ કરી. ત્યાર પછી પ્રસન્ના ગૂડીએ રાગ શુદ્ધ કલ્યાણ રજૂ કર્યો. જો કે ગાયકને સંગીત પ્રેમીઓની રાગ ગૌંડ પર સૌથી વધારે દાદ મળી. સિટી ભાસ્કર સાથેની વાતમાં પ્રસન્ના ગુડીએ કહ્યું કે, ‘મેં ગાયનની તાલીમ મારા પિતા અને પંડિત ભીમસેન જોશીના શિષ્ય એવા માધવ ગુડી પાસેથી લીધી હતી. હું માનું છું કે જ્યારે તમે સંગીતની સાધના માટે ગુરૂ તરીકે પિતાની પસંદગી કરો છો ત્યારે તેમના લાડકોડની સાથે સંગીતમાં શિસ્ત માટે કડક વલણને પણ અપનાવવું પડે છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.