• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The 13 Days Since Diwali, Corona's Cases Have Increased Sevenfold; Earlier On June 23, 29 Cases Were Reported, With 40 More Domes Erected For Testing

અમદાવાદમાં કોરોનાનો કહેર:દિવાળી પછી 13 દિવસમાં કોરોનાના કેસ 7 ગણા વધી ગયા; અગાઉ 23 જૂને 29 કેસ નોંધાયા હતા, ટેસ્ટિંગ માટે વધુ 40 સ્થળે ડોમ ઊભા કરાયા

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં પણ ટેસ્ટિંગ શરૂ કરાયું. - Divya Bhaskar
ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં પણ ટેસ્ટિંગ શરૂ કરાયું.
  • નવા 28 કેસ: 147 દિવસ પછી 25થી વધુ કેસ નોંધાયા
  • મ્યુનિ​​​​​​​. દિવાળી પછી 6 નવેમ્બરથી 42 હજાર ટેસ્ટ કર્યાં જેમાંથી 128 લોકો પોઝિટિવ મળ્યાં

શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. માત્ર 13 દિવસમાં કોરોનાના કેસ 7 ગણા વધી ગયા છે. બુધવારે સૌથી વધુ 28 કેસ નોંધાયા હતા. 147 દિવસ પછી શહેરમાં 28 કેસ નોંધાયા છે. અગાઉ 23 જૂને 29 કેસ નોંધાયા હતા. દિવાળી પછી એટલે કે 6 નવેમ્બરથી 17 નવેમ્બર સુધીમાં મ્યુનિ.એ 42 હજાર ટેસ્ટ કર્યા હતા જેમાંથી 128 લોકો પોઝિટિવ મળ્યા હતા.

દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસો વધ્યા છે. જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ફરી કોરોના ટેસ્ટિંગ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ 35થી 40 ડોમ ઉભા કરાયા છે.

શહેરમાં દિવાળીની ભીડ અને અમદાવાદના રહીશોએ કરેલા પ્રવાસોને ધ્યાને લઇ મ્યુનિ. તંત્ર દ્વારા સતત ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. જ્યાં દિવાળી પહેલા શહેરમાં માંડ 2200 જેટલા ટેસ્ટ થતાં હતા તેની સામે આજે શહેરમાં 7000 કરતાં વધારે ટેસ્ટ થયા છે.

શહેરમાં છેલ્લા 12 દિવસમાં ટેસ્ટની સંખ્યા અને આવેલા કેસની સંખ્યા ચકાસીએ તો તે માંડ 0.30 ટકા જેટલી છે. બીજી તરફ મોટાભાગના દર્દીઓએ કોરોનાની રસી લીધી હોવાને કારણે શહેરમાં હોસ્પિટલાઇઝેશન પણ ઓછું છે. શહેરમાં બુધવારે કોરોનાના 28 નોંધાયા છે. તેની સામે 4 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એકેય દર્દીનું કોરોનાથી મોત થયું નથી.

આંબાવાડીમાં ફ્લેટ, નવરંગપુરાની બે સોસાયટી કન્ટેઈનમેન્ટમાં મુકાઈ
શહેરમાં જે સોસાયટી કે ફ્લેટમાં 3 કે તેથી વધારે કેસ આવ્યા છે તે વિસ્તારને મ્યુનિ. દ્વારા માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાય છે. ત્યારે શહેરમાં બે જગ્યાના 14 મકાનોમાં 38 લોકોને મ્યુનિ.એ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટમાં મૂક્યા છે. અગાઉ ઈસનપુરના એક ફ્લેટને પણ કન્ટેઈનમેન્ટમાં મુકાયો હતો.

  • કરમન્યા ફ્લેટ, આંબાવાડી { 4,5 અને 6 માળ જી બ્લોક, તુલીપ સીટાડેલ, નવરંગપુરા

પોઝિટિવના સંપર્કમાં આવેલાની તપાસ
જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી તેમા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી કોરોના ઝડપથી ફેલાય તે પહેલા તેને અટકાવવાનો મ્યુનિ. દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

27,853 લોકોને રસીનો બીજો ડોઝ લીધો
શહેરમાં બુધવારે 33009 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં 27835એ બીજો ડોઝ જ્યારે 5174એ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. નોંધનીય છેકે, અત્યાર સુધીમાં મ્યુનિ. દ્વારા કુલ 75.84 લાખ ડોઝ અપાયા છે. જેમાં 47.18 લાખ નાગરિકોએ પ્રથમ ડોઝ મેળવ્યો છે. જ્યારે 28.65 લાખ નાગરિકોએ કોરોના રસીનો બીજો ડોઝ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...